Gujarat

ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 24 જિલ્લામાં યલો-ઓરેન્જ ઍલર્ટ

By GS TEAM
25 Oct 20252 mins read
TukuTouch Logo
અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિના કારણે હવામાન વિભાગે આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં શનિવારે (25 ઓક્ટોબર) 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. દરિયો તોફાની બને તેવી શક્યતા છે, ત્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા પોર્ટ પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 24 જિલ્લામાં યલો-ઓરેન્જ ઍલર્ટ

Rain Forecast : અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિના કારણે હવામાન વિભાગે આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં શનિવારે (25 ઓક્ટોબર) 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.  દરિયો તોફાની બને તેવી શક્યતા છે, ત્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા પોર્ટ પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે.  


દરિયાકાંઠાના પોર્ટ પર જોખમી સિગ્નલ જાહેર

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સમુદ્રમાં જોખમી પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે, ત્યારે ઓખા પોર્ટ પર નંબર-3, સલાયા પોર્ટ પર નંબર-1નું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

હવામાન વિભાગ મુજબ, આજે શનિવારે (25 ઓક્ટોબર) અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 


26 ઓક્ટોબરની આગાહી

ઓરેન્જ ઍલર્ટ : બોટાદ, અમરેલી, ભાવનગર.

યલો ઍલર્ટ : અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર.

27 ઓક્ટોબરની આગાહી

યલો ઍલર્ટ : અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી.

આ પણ વાંચો: નળ સરોવરમાં બોટિંગ બંધ: પ્રવાસીઓને 'વીલા મોઢે' પાછા ફરવાનો વારો, સ્થાનિકોની રોજીરોટી છીનવાઈ

28 ઓક્ટોબરની આગાહી

યલો ઍલર્ટ : પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ.