Gujarat

ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 14થી વધુ જિલ્લામાં ઍલર્ટ

By GS TEAM
25 Aug 20251 min read
TukuTouch Logo
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ યથાવત્ છે. તેવામાં હવામાન વિભાગે આગામી 31 ઑગસ્ટ સુધી ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે. આગામી ત્રણ દિવસ સતત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. ચાલો જાણીએ આગામી 6 દિવસ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 14થી વધુ જિલ્લામાં ઍલર્ટ

Rain Forecast : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ યથાવત્ છે. તેવામાં હવામાન વિભાગે આગામી 31 ઑગસ્ટ સુધી ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે. આગામી ત્રણ દિવસ સતત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. ચાલો જાણીએ આગામી 6 દિવસ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ.

હવામાન વિભાગ મુજબ, આવતીકાલે મંગળવારે (26 ઑગસ્ટ) ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, નર્મદા, અમદાવાદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

27-28 ઑગસ્ટની આગાહી

રાજ્યમાં આગામી 27-28 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જેટલા જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 

આ પણ વાંચો: ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના

29 થી 31 ઑગસ્ટની આગાહી

આગામી 29 ઑગસ્ટના રોજ ભાવનગર, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, 30-31 ઑગસ્ટે ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.