આગામી 3 કલાક ભારે: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત 14 જિલ્લામાં 'રેડ એલર્ટ', જાણો તમારા જિલ્લાની સ્થિતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat weather news : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 કલાક (સવારે 7:00 થી 10:00 વાગ્યા) દરમિયાન મેઘતાંડવ અને ભારે પવન સાથે વરસાદની તીવ્ર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના નકશા મુજબ રાજ્યના જિલ્લાઓને વરસાદની તીવ્રતાના આધારે રેડ (Red), ઓરેન્જ (Orange) અને યલો (Yellow) એલર્ટમાં વહેંચવામાં આવ્યા છે.
રેડ એલર્ટ (Red Alert - અતિભારે વરસાદની સિસ્ટમ)
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે:
ખેડા, આણંદ, ભરુચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં નાઉકાસ્ટ હેઠળ આગામી ત્રણ કલાક માટે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઓરેન્જ એલર્ટ (Orange Alert - ભારે વરસાદની સંભાવના)
પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
યલો એલર્ટ (Yellow Alert - હળવાથી મધ્યમ વરસાદ)
રાજ્યના બાકીના ભાગોમાં વરસાદી ઝાપટાં અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે:
સાવચેતીના સૂચન: રેડ અને ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં જ્યાં રેડ એલર્ટની આગાહી ત્યાં અગમચેતી પગલારૂપે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.









