પત્ની અને બાળકોની હત્યા કરનાર હેવન પતિ 7 દિવસના રિમાન્ડ પર

- ઠંડા કલેજે પરિવારની હત્યા કરનાર એસીએફ સુરતથી ઝડપાયો હતો
- ઘર કંકાસને કારણે પત્ની અને બાળકોની ક્ર હત્યા કરી હોવાની પોલીસ સમજે કેફિયત આપી
ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને વન વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષે ખાંભલા ૫ નવેમ્બરની વહેલી સવારે જ પોતાની પત્ની અને બંને બાળકોની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેણે ત્રણેય મૃતદેહોને ઘરની પાછળના ભાગમ ખોદેલા ખાડામાં દાટી દીધા હતા.પોલીસમાં પત્ની અને બાળકો ગુમ થયા હોવાની અરજી આપી હતી.ત્યાર બાદ ફોરેસ્ટ કોલોનીમાં દુર્ગંધ ફેલાતા સમગ્ર મામલો ઉજાગર થયો હતો.અને પોલીસે ફોરેસ્ટ અધિકારીના પત્ની નયનાબેન અને પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા ના મૃતદેહ મળી આવ્યા હતા.ત્યાર બાદ પોલીસે શૈલેષે ખાંભલાને સુરતથી પકડી લાવી હતી.ભરતનગર પોલીસે પત્ની અને બે બાળકોની હત્યા કરનાર શૈલેષ ખંભાળને આજે ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. શૈલેષને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટ પરિસરમાં લાવવામાં આવ્યો હતો ત્યારે લોકોએ આ રાક્ષસને ફાંસી આપો ના નારા લગાવ્યા હતા.પોલીસે શૈલેષને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે શૈલેષને ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.









