31 માર્ચ સુધી હરાજીની પ્રક્રિયા સ્થગિત ઃ૧ એપ્રિલથી યાર્ડનું વેપાર-કાર્ય
ફરી ધમધમશે
હળવદ
- માર્ચ મહિનાના અંતિમ
દિવસોમાં વાષક હિસાબી કામગીરીને પહોંચી વળવા માટે હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા
રજાઓની જાહેરાત કરવામાં આવી છે. નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોવાથી અને વહીવટી
પ્રક્રિયાઓ માટે યાર્ડમાં આગામી ૨૬ માર્ચથી ૩૧ માર્ચ સુધી તમામ વેપારિક પ્રવૃત્તિઓ
સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન ખેતપેદાશોની હરાજી કે અન્ય કોઈ વહીવટી કામકાજ થશે નહીં.
યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, માર્ચ
એન્ડિંગના હિસાબો પૂર્ણ કરવા માટે આ રજાઓ અનિવાર્ય છે. રજાઓ બાદ ૧ એપ્રિલથી યાર્ડ
ફરીથી રાબેતા મુજબ કાર્યરત થશે અને હરાજીની પ્રક્રિયા શરૃ કરવામાં આવશે. યાર્ડ
પ્રશાસન દ્વારા તમામ ખેડૂતો અને વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે, આ રજાઓને ધ્યાનમાં રાખીને જ પોતાની ખેતપેદાશો વેચાણ માટે લાવવી અથવા
પોતાના વ્યાપારિક આયોજનો તે મુજબ ગોઠવવા, જેથી ખોટી હાલાકીનો
સામનો ન કરવો પડે.


