Gujarat

ગુજરાત પર 4 સિસ્ટમનો ઘેરો! આગામી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો એલર્ટ

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
હવામાન વિભાગે ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 12 ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. 11 ઓગસ્ટે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ અપાયું છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત પર 4 સિસ્ટમનો ઘેરો! આગામી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો એલર્ટ

Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે(IMD) આગાહી કરી છે. લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. તેવામાં 12 ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય સહિતના જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની IMDએ આગાહી કરી છે. જેમાં 11 ઓગસ્ટના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

10થી 12 ઓગસ્ટ સુધી તેજ પવન સાથે રહેશે વરસાદી માહોલ

ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદી માહોલ સક્રિય છે, ત્યારે આગામી 10થી 12 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગર, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા સહિતના અનેક વિસ્તારોમાં 30-40 કિ.મી.-કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદની આગાહી છે. જેમાં વીજળીના કડાકા-ભડાકા સાથે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં વરસાદની શક્યતા છે.

13થી 15 ઓગસ્ટની આગાહી

આગામી 13થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ સાથે રાજ્યના છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.

એક સાથે સિનોપ્ટિક સિસ્ટમ સક્રિય

  • મોન્સૂન ટ્રફ (Monsoon Trough): દરિયાઈ સપાટી પરથી પસાર થતી મોન્સૂન ટ્રફ હાલ બીકાનેર, ગ્વાલિયર, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને સંલગ્ન છત્તીસગઢ પર સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમના કેન્દ્ર, પુરી થઈને દક્ષિણ-પૂર્વ તરફ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી સુધી લંબાયેલી છે, જે દરિયાઈ સપાટીથી 3.1 કિ.મી.ની ઊંચાઈ સુધી વિસ્તરેલી છે.
  • લો-પ્રેશર એરિયા(Low-Pressure Area): ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા છત્તીસગઢ પર સ્થિત લો-પ્રેશર ક્ષેત્ર 9 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 2:30 કલાકે તે જ વિસ્તારમાં યથાવત છે, તેમજ તેની સાથે સંકળાયેલ સાયક્લોનિક સરક્યુલેશન દરિયાઈ સપાટીથી 7.6 કિ.મી.ની ઊંચાઈ સુધી લંબાયેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ નમેલું છે.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ(Western Disturbance): મધ્ય ટ્રોપોસ્ફિયરિક પશ્ચિમી પવનોમાં ટ્રફ સ્વરૂપે રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરિયાઈ સપાટીથી 5.8 કિ.મી.ની ઊંચાઈએ 29°N અક્ષાંશની ઉત્તરે અને 64°E રેખાંશ પર સક્રિય છે.
  • અપર એર સાયક્લોનિક સરક્યુલેશન(Upper Air Cyclonic Circulation): દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર પર દરિયાઈ સપાટીથી 5.8 કિ.મી.ની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન હજુ પણ સ્થિર છે.
image.png
image.png
image.png
image.png
image.png
image.png