Gujarat

ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા!

By GS TEAM
13 Feb 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં વાહનોનું પ્રમાણ વધી રહ્યું છે તેમ ટ્રાફિકના નિયમનો ભંગ કરનારાનો ગ્રાફ પણ ઊંચે જઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં ટ્રાફિકના નિયમનો ભંગ બદલ 85.71 લાખ ચલણ નોંધાયા છે અને રૂપિયા 231.39 કરોડનો દંડ ચૂકવવામાં આવ્યો છે. આમ, ટ્રાફિકના નિયમનો ભંગ બદલ ગુજરાતના વાહનચાલકો દરરોજ રૂપિયા 63.39 કરોડનો દંડ ચૂકવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા!
(AI IMAGE)

Traffic Challan Records Gujarat: ગુજરાતમાં વાહનોનું પ્રમાણ વધી રહ્યું છે તેમ ટ્રાફિકના નિયમનો ભંગ કરનારાનો ગ્રાફ પણ ઊંચે જઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં ટ્રાફિકના નિયમનો ભંગ બદલ 85.71 લાખ ચલણ નોંધાયા છે અને રૂપિયા 231.39 કરોડનો દંડ ચૂકવવામાં આવ્યો છે. આમ, ટ્રાફિકના નિયમનો ભંગ બદલ ગુજરાતના વાહનચાલકો દરરોજ રૂપિયા 63.39 કરોડનો દંડ ચૂકવે છે.

દંડની રકમમાં કરોડોનો વધારો

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2023માં ગુજરાતના વાહનચાલકોએ 153.78 કરોડ, 2024માં રૂપિયા 195.87 કરોડનો દંડ ચૂકવ્યો હતો. આમ, ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડની રકમમાં નોંધપાત્ર વધારો થયો છે. ચલણનું પ્રમાણ 2023માં 16.04 લાખ હતું તે 2024માં અઢી ગણું વધીને 43.24 લાખ થઈ ગયું છે. 2025માં ચલણમાં બમણો વધારો થયો હતો અને તેનો આંક 85.71 લાખ થયો હતો.

દંડ ભરવામાં ગુજરાત દેશમાં મોખરે

વર્ષ 2025ની વાત કરવામાં આવે તો સૌથી વધુ દંડ ભર્યો હોય તેવા મોખરાના રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. 2023થી 2025 દરમિયાન ગુજરાતના વાહનચાલકો દ્વારા 581 કરોડથી પણ વધુનો દંડ ચૂકવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદના ફતેહવાડીમાં ચાની કીટલીએ બેસવા જેવી બાબતે ફાયરિંગ, છરી સાથે 3 લોકોનો હુમલો

અમદાવાદ RTOની આવકમાં તોતિંગ વધારો

જાણકારોના મતે હજુ પણ મોબાઈલનો ઉપયોગ કરતાં વાહનચાલકો, હેલમેટ-સીટ બેલ્ટ વિનાના વાહનચાલકો સામે વધુ ચાંપતી નજર રાખવાની જરૂર છે. ટ્રાફિક પોલીસ માત્ર અમુક દિવસ પૂરતી ડ્રાઇવ યોજીને સંતોષ માને તે પૂરતું નથી. બીજી તરફ 2024 કરતા 2025માં અમદાવાદ આરટીઓને માત્ર દંડની આવકમાં 45 ટકાનો વધારો થયો છે. 2024માં 7 કરોડ 16 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો જ્યારે 2025માં 10 કરોડ 40 લાખ દંડ વસૂલ થયો છે.