Gujarat

RTEમાં 5814 બાળકોને એડમિશન, હજુ 5300થી વધુ બેઠકો ખાલી, ત્રીજો રાઉન્ડ હાથ ધરાશે

By GS TEAM
30 May 20262 mins read
TukuTouch Logo
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઇન કેન્દ્રિય પ્રક્રિયામાં બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં અગાઉની ખાલી પડેલી 11155 જગ્યાઓમાંથી 5814 જગ્યાઓમાં પ્રવેશ ફાળવાયો છે. આમ બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ પણ 5341 જગ્યાઓ હજુ ખાલી રહી છે. 45815 વાલીઓએ સ્કૂલની પુનઃ પસંદગી ન કરતા મોટી સંખ્યા જગ્યા ખાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

RTEમાં 5814 બાળકોને એડમિશન, હજુ 5300થી વધુ બેઠકો ખાલી, ત્રીજો રાઉન્ડ હાથ ધરાશે

Gujarat RTE Admissions: રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઇન કેન્દ્રિય પ્રક્રિયામાં બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં અગાઉની ખાલી પડેલી 11155 જગ્યાઓમાંથી 5814 જગ્યાઓમાં પ્રવેશ ફાળવાયો છે. આમ બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ પણ 5341 જગ્યાઓ હજુ ખાલી રહી છે. 45815 વાલીઓએ સ્કૂલની પુનઃ પસંદગી ન કરતા મોટી સંખ્યા જગ્યા ખાલી રહી છે.

વાલીએ સ્કૂલોની પુનઃ પસંદગી ન કરતા બેઠકો ખાલી રહી

આઇટીઇ હેઠળ ધોરણ 1માં ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકોમાં વિનામૂલ્યે પ્રવેશ અપાય છે. જે માટે દર વર્ષે રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાય છે. આ વર્ષે 9770 ખાનગી સ્કૂલોની 83678 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ બેઠકો સામે આ વર્ષે 185887 વાલીઓની અરજી માન્ય થઇ હતી. પહેલા રાઉન્ડમાં 77925 બાળકોને પ્રવેશ ફાળવાયા હતા. પ્રવેશ મેળવેલા બાળકોમાંથી અનેક બાળકોના વાલીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો ન હતો. જેને પગલે બેઠકો ખાલી રહી હતી. અગાઉ પહેલા રાઉન્ડના પ્રવેશ ફાળવણીમાં બેઠકો ખાલી રહ્યા બાદ વાલીએ પ્રવેશ કન્ફર્મ ન કરાવતા ખાલી રહેલી બેઠકો સાથે કુલ 11155 બેઠકો ખાલી રહી હતી. અનેક વાલીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ રદ કરાવતા ખાલી બેઠકો હતી. 11155 બેઠકો માટે બીજો રાઉન્ડ હાથ ધરાયો હતો.

આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈના રેલવે મુસાફરોને રાહત: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન, જાણો શિડ્યુલ અને સ્ટોપેજ


આ બીજા રાઉન્ડમાં 108021 વાલીમાંથી 62206 વાલીએ સ્કૂલોની પુનઃ પસંદગી ઓનલાઇન કરી હતી. પરંતુ 45815 વાલીએ પુનઃ પસંદગી કરી ન હતી. બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી જાહેર કરી દેવાઇ છે. જેમાં 11155 જગ્યાઓમાંથી  5814 જગ્યાઓમાં પ્રવેશ ફાળવાયો છે. માધ્યમવાર જોઇએ તો 3355 ખાલી બેઠકોમાંથી 2878 જગ્યામાં, અંગ્રેજી માધ્યમમાં 6012 જગ્યામાંથી 2887 જગ્યામાં, હિન્દી માધ્યમમાં 1614 જગ્યામાંથી 38 અને અન્ય માધ્યમમાં 174 જગ્યાઓમાંથી 11 જગ્યામાં પ્રવેશ ફાળવાયેલ છે. 

આમ બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ પણ હજુ 5814  બેઠકો ખાલી છે. જેમાં સૌથી વધુ અંગ્રેજી માધ્યમની છે. પ્રવેશ મેળવેલા બાળકોના વાલીએ 4 જૂન સુધીમાં સ્કૂલ ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ જઇને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. હજુ પણ ત્રીજો રાઉન્ડ કરવામાં આવશે.