Gujarat

AIને કારણે કમ્યુટર RAMની જરૂરિયાત વધી, ગુજરાતના બજારમાં ભાવ 200 ગણો વધ્યો

By GS TEAM
7 Dec 20252 mins read
TukuTouch Logo
ગઈકાલે મેમરી ચીપ બનાવતી માઈક્રોન કંપનીએ રીટેઈલ માર્કેટમાં નહીં આવવાનું જણાવી દેતા વૈશ્વિક બજાર પર ભારે અસર વર્તાઈ છે અને હજુ વધુ અસર થશે તેવું લાગી રહ્યું છે. આ સાથે તેની સ્થાનિક અસ૨ પણ વ્યાપક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AIને કારણે કમ્યુટર RAMની જરૂરિયાત વધી, ગુજરાતના બજારમાં ભાવ 200 ગણો વધ્યો
(AI IMAGE)

Gujarat Ram Price: ગઈકાલે મેમરી ચીપ બનાવતી માઈક્રોન કંપનીએ રીટેઈલ માર્કેટમાં નહીં આવવાનું જણાવી દેતા વૈશ્વિક બજાર પર ભારે અસર વર્તાઈ છે અને હજુ વધુ અસર થશે તેવું લાગી રહ્યું છે. આ સાથે તેની સ્થાનિક અસ૨ પણ વ્યાપક છે.

ગુજરાતના બજારમાં RAM 200 ગણી મોંઘી

છેલ્લા બે મહિનાથી તમામ ગુજરાતના શહેરોમાં મેમરી સ્ટીકનો 200 ગણો ભાવ વધારો થયો છે. અમદાવાદના સ્થાનિક કોમ્પ્યુટર હાર્ડવેર એન્જિનિયરો હાલમાં રેમ સ્ટીક તેની મૂળ કિંમતથી 200 ટકા ભાવ વધુ ચુકવતા હોવાથી કોમ્પ્યુટરની કિંમતોમાં 50 ટકાના વધારાનો સામનો કરવો પડી રહ્યો છે.

AIને કારણે કમ્યુટર RAMની જરૂરિયાત વધી

વ્યાપક વૈશ્વિક રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના હાઈ મેમરી સેટઅપની ડિમાન્ડ વધી હોવાથી આ પ્રકારની તંગી વર્તાઈ છે. જેની સામે રેમ સ્ટીક બનાવતી કંપનીઓએ પોતાની પાસે સ્ટોક નથી એવું જાહેર કરી દેતા આ સ્થિતિનું નિર્માણ થયું છે. 

મેમરી મોંઘી થતા IT સિસ્ટમના ભાવમાં 50%થી વધુનો ઉછાળો

અમદાવાદના એક હાર્ડવેર એન્જિનિયર જણાવે છે કે જે કોમ્યુટરની સિસ્ટમ બે લાખમાં આવતી હતી તેનો ભાવ હાલમાં મેમરી મોંઘી થવાને કારણે ત્રણ લાખથી વધુ થઈ ગયો છે. જેની સીધી અસર ગુજરાતના કોર્પોરેટ જગતના કોમ્પ્યુટર સિસ્ટમના સપ્લાય પર પડી રહી છે. નવી વિકસતી કંપનીઓએ પણ આઈટીનું ફાઈનાન્સ ફરી રીસ્ટ્રક્ચર કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ડિજિટલ ઈનોવેશન કરતી કંપનીઓ પણ આ તકલીફનો ભારે સામનો કરી રહી છે. તાજેતરના સમયમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં રેમ સ્ટીકની સાથે સાથે એસએસડીના ભાવ પણ 70 ટકા વધ્યા છે.

આ પણ વાંચો: VIDEO: કચ્છમાં 150 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકેલો યુવક 9 કલાકે મૃત હાલતમાં મળ્યો

ડેટા સેન્ટર-ક્લાઉડ કમ્પ્યુટિંગને કારણે સ્ટોકની અછત

2022-23 દરમિયાન બજારમાં વધારે સ્ટોક હતો અને કંપનીઓને નુકસાન થતું હતું, તેથી તેમણે ઉત્પાદન ઓછી કરી દીધું છે. પરંતુ આજ સમયે AI, ડેટા સેન્ટર અને ક્લાઉડ કમ્પ્યુટિંગ માટે અચાનક ભારે માંગ ઊભી થઈ છે. AI ટેક્નોલોજી ચલાવવા માટે ખૂબ મોટી માત્રામાં મેમરી અને હાઈ-પરફોર્મન્સ સ્ટોરેજ સાથે ગ્રાફિક્સ જરૂરી હોય છે. તેથી મોટી કંપનીઓએ પોતાનો મોટાભાગનો સ્ટોક Al-સર્વર કંપનીઓને સપ્લાય કરવાનું શરૂ કર્યું છે. જેને પરિણામે સામાન્ય ગ્રાહકો માટે આ પ્રોડક્ટ્સ અકલ્પનિય રીતે મોંઘી થઈ છે. આ સ્થિતિને કારણે કોમ્પ્યુટર એસેમ્બલિંગ બિઝનેસ સાથે સંકળાયેલા હાર્ડવેર એન્જિનિયરોના બજેટ પણ ખોરવાયા છે.