ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોની હાલત કફોડી: કચ્છ-સૌરાષ્ટ્રમાં 30% ઘટ, જાણો કયા જિલ્લાઓમાં સર્જાશે પાણીની તંગી?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kutch-Saurashtra 30% Rain Shortage, Gujarat Monsoon Updates: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં આ વર્ષે ચોમાસાની વર્તમાન સ્થિતિના આંકડાઓ પર નજર કરીએ તો, સમગ્ર રાજ્યમાં સરેરાશ વરસાદની 7% ઘટ પ્રવર્તી રહી છે. જો કે, આમાં ભૌગોલિક તફાવત જોવા મળ્યો છે, જ્યાં ગુજરાત રીજનમાં સામાન્ય કરતાં 9% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે તેની સામે કચ્છ-સૌરાષ્ટ્રમાં 30% જેટલી મોટી વરસાદી ઘટ જોવા મળી રહી છે, ત્યારે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
કચ્છ-સૌરાષ્ટ્રમાં 30% વરસાદની ઘટથી ખેડૂતો ચિંતિત
હવામાનના આંકડા મુજબ, દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે. જો કે, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજુ પણ 30% વરસાદની મોટી ઘટ વર્તાઈ રહી છે. આ દરમિયાન હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નથી. ભારે વરસાદની કોઈ સંભાવના લાગતી નથી, તેવામાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટને પગલે પાણીની તંગી સર્જાઈ તેવી શક્યતા છે. જેની સૌથી વધુ અસર ખેડૂતોને પડી શકે છે. આ સાથે કચ્છ-સૌરાષ્ટ્ર પાણીની સમસ્યા ઊભી થાય તેવી સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં-કેવો વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યું અનુસાર , છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. જેમાં સૌથી વધુ મધ્યમ વરસાદ વલસાડમાં થયો છે. ઉત્તર ગુજરાતમાં દાહોદ અને ખેડાની આસપાસ હળવો વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ બે-ત્રણ જગ્યાએ નહિવત વરસાદ પડ્યો છે અને બાકીના મોટાભાગના વિસ્તારો સૂકા રહ્યા છે.
ભારે વરસાદની કોઈ શક્યતા નહીં!
આગામી દિવસો માટે હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. પરંતુ આગામી અઠવાડિયા દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ વરસાદ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ તટીય દરિયાકાંઠાના વિસ્તારોમાં થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો ઉત્તરીય ભાગ મોટે ભાગે સૂકો રહેવાની સંભાવના છે અને ત્યાં માત્ર હળવા વરસાદની શક્યતા છે.
અમદાવાદ-ગાંધીનગરનું 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન
અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું છે અને તેમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. તેમજ આગામી દિવસોમાં પણ હવામાનની સ્થિતિ હળવી રહેશે અને મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 7% ઓછો વરસાદ નોંધાયો
સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 7% ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં ગુજરાત રીજનમાં ચાલુ સીઝન દરમિયાન અત્યાર સુધી સામાન્ય કરતાં 9% વધુ વરસાદ નોંધાયો છે. તેની સરખામણીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય વરસાદ કરતાં આશરે 30% જેટલો ઓછો વરસાદ નોંધાયો છે.




