ગુજરાતમાં સિઝનનો 68 ટકા વરસાદ વરસ્યો, હવે મેઘરાજા વિરામના મૂડમાં!, આગામી 6 દિવસ 'હળવી આગાહી'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain Update: ગુજરાતમાં આ વર્ષે અત્યારસુધીમાં સિઝનનો સરેરાશ 68.58 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ હવે થોડા દિવસ વિરામના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આમ, રાજ્યમાં સોમવાર(3 ઓગસ્ટ)થી વરસાદનું જોર ઘટતું જોવા મળશે.
13 જિલ્લામાં યલો એલર્ટ
IMD મુજબ, 2 ઓગસ્ટે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

3થી 8 ઓગસ્ટની આગાહી
આગામી 3થી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

34 ડેમ હાઈ એલર્ટ પર
રાજ્યના ડેમની સ્થિતિની વાત કરીએ તો, 34 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 8 એલર્ટ પર અને 10 ડેમના સ્તરને લઈને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.



2 મહિનામાં 83932 લોકોનું સ્થળાંતર, 9776નું રેસ્ક્યૂ

3 નેશનલ અને 26 સ્ટેટ હાઈવે સહિત કુલ 488 રસ્તા બંધ

ક્યાં-કેટલો વરસાદ (2 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના આંકડા…)













