Gujarat

હજુ ખમૈયા નહીં કરે મેઘરાજાઃ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રને ધમરોળશે, હવામાન વિભાગની આગાહી

By GS TEAM
2 Nov 20252 mins read
TukuTouch Logo
હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ રાહતની વાત એ છે કે આ ડિપ્રેશન હવે નબળું પડી ગયું છે, જેના કારણે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 5 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતા લગભગ નહિવત થઈ જશે. જોકે, સાવચેતીના ભાગરૂપે બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હજુ ખમૈયા નહીં કરે મેઘરાજાઃ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રને ધમરોળશે, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ રાહતની વાત એ છે કે આ ડિપ્રેશન હવે નબળું પડી ગયું છે, જેના કારણે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 5 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતા લગભગ નહિવત થઈ જશે. જોકે, સાવચેતીના ભાગરૂપે બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી ગુમ, ત્રણ પાનાંની સ્યુસાઈડ નોટ મળતા ચકચાર

દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ:

આગામી 3 કલાક માટે કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે:

  • ઓરેન્જ એલર્ટ: દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે.
  • યલો એલર્ટ: કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને જામનગરના આસપાસના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. અહીં છૂટોછવાયો સામાન્યથી ભારે વરસાદ જોવા મળશે. 

નોંધનીય છે કે, આ તમામ જિલ્લાઓમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

જૂનાગઢમાં વરસાદી માહોલ અને શ્રદ્ધાળુઓનો ધસારો

જૂનાગઢમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર્વત અને ભવનાથ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. પરિક્રમા રદ કરવામાં આવતા શ્રદ્ધાળુઓનો ધસારો ગિરનાર પર્વત તરફ વધ્યો છે. જોકે, વરસાદ ચાલુ હોવા છતાં લોકો ઉત્સાહભેર ગિરનાર પર્વત ચઢી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ફરી BRTS બસનો કહેર: ખોડિયારનગર ટ્રેક ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે કમકમાટીભર્યું મોત

અમદાવાદ અને બોટાદમાં ગાઢ ધુમ્મસ:

આજે વહેલી સવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં હીલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. વિઝિબિલિટી (દૃશ્યતા) ઘટી જવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના એસ. જી હાઇવે પર વાહનચાલકોને ફરજિયાતપણે વાહનની હેડલાઇટ ચાલુ કરવી પડી હતી. બીજી તરફ, બોટાદમાં પણ રાતથી જ ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના કારણે 10 ફૂટના અંતરે જોવું પણ લોકો માટે મુશ્કેલ બન્યું હતું.