Gujarat

સરકારી દાવાનું સુરસુરિયું : ખરીદ શક્તિ ઘટી, સરેરાશ માસિક ખર્ચમાં પણ આપણું રાજ્ય પાછલી હરોળે

By GS TEAM
10 Dec 20252 mins read
TukuTouch Logo
સમૃદ્ધ ગુજરાતમાં માથાદીઠ આવક વધી હોવાનો સરકારે દાવો કર્યો છે. હકીકતમાં ગુજરાતમાં લોકોની ખરીદ શક્તિ ઘટી છે. સરેરાશ માસિક ખરીદ ખર્ચમાં ગુજરાત પાછલા ક્રમે રહ્યું છે જ્યારે અન્ય રાજ્યોની સ્થિતિ ઘણી સારી છે. કેન્દ્ર સરકારના રિપોર્ટના મતે, ગુજરાતમાં શહેરોમાં માસિક ખરીદ પાછળ રૂ. 7175 ખર્ચાય છે જ્યારે ગામડાઓમાં રૂ. 4146 ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ જોતાં માસિક ખર્ચમાં શહેરો અને ગામડાંઓમાં મોટી અસમાનતા રહી છે. આ જોતાં ગુજરાતમાં લોકો ખર્ચ ઘટાડવા મજબૂર બન્યા છે. સાથે સાથે લોકોના ખિસ્સામાં પૈસા નથી એ વાત સાચી ઠરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારી દાવાનું સુરસુરિયું : ખરીદ શક્તિ ઘટી, સરેરાશ માસિક ખર્ચમાં પણ આપણું રાજ્ય પાછલી હરોળે

Gujarat economic ranking: સમૃદ્ધ ગુજરાતમાં માથાદીઠ આવક વધી હોવાનો સરકારે દાવો કર્યો છે. હકીકતમાં ગુજરાતમાં લોકોની ખરીદ શક્તિ ઘટી છે. સરેરાશ માસિક ખરીદ ખર્ચમાં ગુજરાત પાછલા ક્રમે રહ્યું છે જ્યારે અન્ય રાજ્યોની સ્થિતિ ઘણી સારી છે. કેન્દ્ર સરકારના રિપોર્ટના મતે, ગુજરાતમાં શહેરોમાં માસિક ખરીદ પાછળ રૂ. 7175 ખર્ચાય છે જ્યારે ગામડાઓમાં રૂ. 4146 ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ જોતાં માસિક ખર્ચમાં શહેરો અને ગામડાંઓમાં મોટી અસમાનતા રહી છે. આ જોતાં ગુજરાતમાં લોકો ખર્ચ ઘટાડવા મજબૂર બન્યા છે. સાથે સાથે લોકોના ખિસ્સામાં પૈસા નથી એ વાત સાચી ઠરી છે. 

ગુજરાતના શહેરોમાં માસિક ખરીદ ખર્ચ રૂ. 7175 જ્યારે ગામડામાં રૂ. 4146

એક પરિવાર મહિને ખોરાક, પરિવહન, દવા, શિક્ષણ, વસ્ત્રો સહિત રોજીંદી જરૂરિયાતો પર સરેરાશ ખર્ચ કરે છે. કેન્દ્ર સરકારના રિપોર્ટે પરથી લોકોની આર્થિક પરિસ્થિતિનું સાચું પ્રતિબિંબ રજૂ થયું છે કેમકે, રોજગાર-આવક વધે તો જ ખરીદ શક્તિ પણ વધે. ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં સરેરાશ માસિક ખરીદ ખર્ચ રૂ. 7175 થઈ રહ્યો છે જ્યારે ગામડામાં રૂ. 4146 ખર્ચ કરાય છે. આ જોતાં શહેરો અને ગ્રામિણ વિસ્તારના ખરીદ ખર્ચ વચ્ચે મોટી અસમાનતા જોવા મળી રહી છે. એ વાત સાબિત થઈ છે કે, શહેરોની સરખામણીમાં ગામડાઓમાં લોકોની ખરીદ શક્તિ વઘુ ઘટી છે. કારમી મોંઘવારી વચ્ચે લોકો રોજગારી માટે ફાંફા મારી રહ્યાં છે. સ્થિર આવક વચ્ચે ખર્ચ વધી રહ્યો છે પરિણામે આર્થિક તંગીનું ચિત્ર ઉપસ્યું છે. 

આ તરફ, ગુજરાતની સરખામણીએ ચંદીગઢ, ગોવા, હિમાચલ પ્રદેશ, સિક્કીમ, પોંડીચેરી, દિલ્હી, તામિલનાડુ સહિત અન્ય રાજ્યોની સરેરાશ માસિક ખર્ચની સ્થિતિ ઘણી સારી છે.  દેશમાં શહેરી વિસ્તારની માસિક ખર્ચની દૃષ્ટિએ ગુજરાત 23મા ક્રમે રહ્યું છે જ્યારે ગ્રામીણ વિસ્તારની દૃષ્ટિએ 27મા ક્રમે રહ્યું છે. રાષ્ટ્રીય માસિક ખરીદ ખર્ચ રૂ. 6996 રહ્યો છે તે જોતાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારનો ખરીદ ખર્ચ ઓછો રહ્યો છે. 

રાજ્યમાં આજે લોકોની આર્થિક સુધાર માટે અનેક સરકારી યોજના અમલમાં છે તેમ છતાંય ગરીબ કુંટુબોની સંખ્યામાં ઘટાડો થઈ શક્યો નથી. આજે પણ ગુજરાતમાં મફત અનાજ પર નિર્ભર ગરીબ કુટુંબોની સંખ્યા ઘણી મોટી છે. સિમિત આવકને લીધે લોકોએ ખર્ચ પણ સિમિત કર્યો છે. આ જોતાં ગુજરાતમાં જીવન નિર્ભર કરવા સંઘર્ષ કરી રહ્યા છે તે વાત પ્રસ્થાપિત થઈ છે.