Get The App

રાજ્યમાં આજે PSI ભરતી માટે બે તબક્કામાં લેખિત પરીક્ષા, 858 જગ્યા માટે 1 લાખથી વધુ ઉમેદવારોની કસોટી

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
રાજ્યમાં આજે PSI ભરતી માટે બે તબક્કામાં લેખિત પરીક્ષા, 858 જગ્યા માટે 1 લાખથી વધુ ઉમેદવારોની કસોટી 1 - image


PSI Exam : ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202526/1ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં PSI કેડરની 858 જગ્યા માટે શારીરિક કસોટીમાં સફળ થયેલા કુલ 1.10 લાખથી ઉમેદવારોની આજે(19 એપ્રિલ, 2026) બે તબક્કામાં લેખિત પરીક્ષા છે. જેમાં અમદાવાદ, રાજકોટ સહિત મુખ્ય 4 શહેરોના કેન્દ્રો ખાતે ઉમેદવારોની કસોટી લેવામાં આવી રહી છે.

રાજ્યમાં PSIની લેખિત પરીક્ષા

પોલીસ ભરતી બોર્ડ અનુસાર, જાહેરાત ક્રમાંક GPRB/202526/1ની PSI કેડરની પેપર-1 અને પેપર-2ની લેખિત પરીક્ષા 19 એપ્રિલ, 2026ના રવિવારના રોજ લેવામાં આવી છે. જેમાં રાજ્યની કુલ 371 જેટલી શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

બે તબક્કામાં પરીક્ષા

આ પરીક્ષામાં બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવી છે. જેમાં પ્રથમ પેપર સવારે 9:30 વાગ્યથી 12:30 અને બીજુ પેપર બપોરે 3થી 6 વાગ્યા સુધી લેવામાં આવી રહી છે. પરીક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. 

આ પણ વાંચો: ધર્મેશ ગમારા હત્યાકાંડ: ધંધુકામાં લોખંડી બંદોબસ્ત, 125 સામે ગુનો નોંધાયો; SIT ની રચના

તમને જણાવી દઈએ કે, શારીરિક કસોટીમાં 74,591 પુરુષ ઉમેદવારો અને 36,074 મહિલા ઉમેદવારો મળી કુલ 1,10,665 ઉમેદવારો સફળ થયા છે. ગત 13 એપ્રિલથી કૉલ લેટર ડાઉનલોડ કરવાના શરૂ થયા હતા. વધુ માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પરથી મળી રહેશે.

પીએસઆઈ કેડર (PSI Cadre) - કુલ 858 જગ્યા

• બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર - 659 જગ્યા

• હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર - 129 જગ્યા

• જેલર ગ્રૂપ 2 - 70 જગ્યા