Gujarat

ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી: જાણો અરજીથી લઈ શારીરિક અને લેખિત પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ

By GS Team
29 Aug 20261 min read
TukuTouch Logo
ગુજરાત પોલીસ ભરતીની રાહ જોતાં યુવાનો માટે ખુશખબર! ગુજરાત પોલીસ ભરતી બોર્ડ(GPRB) દ્વારા લોકરક્ષક કેડરની 3000 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરાઈ છે. જેમાં 1000 બિન હથિયારી, 1000 હથિયારી લોકરક્ષક અને 1000 SRPFની જગ્યાઓ છે. ધોરણ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. જાહેરાત સપ્ટેમ્બર-ઑક્ટોબર 2026માં અને પરીક્ષા 2027માં સંભવિત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી: જાણો અરજીથી લઈ શારીરિક અને લેખિત પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ

Gujarat Police Recruitment: ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતાં એસ્પિરન્ટ માટે ખુશીના સમાચાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ(GPRB) દ્વારા લોકરક્ષક કેડર(LCR 2026-27)ની કુલ 3000 જગ્યાઓ પર સીધી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. GPRBએ અરજીથી લઈ શારીરિક અને લેખિત પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ જાહેર કર્યો છે.

ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી

GPRB અનુસાર, રાજ્યમાં લોકરક્ષક કેડરની પોલીસ ભરતી બોર્ડે જાહેરાત કરી છે. જેમાં 1000 બિન હથિયારી લોકરક્ષક, 1000 હથિયારી લોકરક્ષક અને 1000 SRPF જગ્યાઓ ભરતી માટે સંભવિત તારીખ જાહેર કરી છે.

  • જાહેરાતની સંભવિત સમય: સપ્ટેમ્બર-ઑક્ટોબર - 2026
  • શારીરિક કસોટીની સંભવિત તારીખ: ડિસેમ્બર-2026/ જાન્યુઆરી-2027
  • લેખિત પરીક્ષા સંભવિત તારીખ: માર્ચ/એપ્રિલ-2027


આ ભરતી માટે ધોરણ 12 પાસ અને સમકક્ષ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે. ભરતી સંબંધિત વધુ માહિતી અને અપડેટ્સ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in/ પરથી મેળવી શકાશે.