ગુજરાત પોલીસ ભરતીની મોટી અપડેટ: PSI-LRDની શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Police Recruitment PSI-LRD Physical Test : ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશખબર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યા માટે ભરતીની શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેરાત કરી છે.
જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહથી શારીરિક કસોટીની સંભાવના
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1ની પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી-2026ના ત્રીજા સપ્તાહથી યોજાઈ શકે છે.
કુલ જગ્યાઓ અને કેડર મુજબ વિગતો
• પીએસઆઈ કેડર (PSI Cadre) - કુલ 858 જગ્યા
• બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-659
• હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-129
• જેલર ગ્રૂપ 2- 70
• લોકરક્ષક કેડર (Lokrakshak Cadre) - કુલ 12,733 જગ્યા
• બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002
• જેલ સિપાહી (પુરુષ): 300
• જેલ સિપાહી (મહિલા / મેટ્રન): 31

અરજી કેવી રીતે કરવી?
• અરજી કરવા ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in ની મુલાકાત લેવી.
• 3/12/ 2025 બપોરે 2 વાગ્યે અરજીની શરૂઆત થશે.
• અરજી કરવાની છેલ્લી તારીખ: 23/12/2025ના રોજ રાતે 11:59 વાગ્યા સુધી.









