ખખડધજ રસ્તાઓ છતાં ગુજરાતમાં વાહનચાલકોએ 3 વર્ષમાં 16000 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Poor Roads, High Toll: ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં ફાસ્ટેગ આધારિત ટોલ વ્યવહારમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં વાહનચાલકોએ ટોલટેક્સ પેટે 16 હજાર કરોડ રૂપિયાથી વધુ ચૂકવ્યા છે. જેમાં વર્ષ 2023માં 4794 કરોડ રૂપિયા, વર્ષ 2024માં 4919 કરોડ રૂપિયા અને વર્ષ 2025માં 6418 કરોડ રૂપિયાના ટોલટેક્સનો સમાવેશ થાય છે.
ફાસ્ટેગના ઉપયોગમાં વૃદ્ધિ
આ સ્થિતિએ ગુજરાતમાંથી વર્ષ 2023માં 13.14 કરોડ રૂપિયા, 2024માં 13.44 કરોડ રૂપિયા અને 2025માં 17.58 કરોડ રૂપિયાનો ટોલટેક્સ પ્રતિ દિવસે ચૂકવ્યો છે. પ્રતિ દિવસના સરેરાશ ટોલટેક્સમાં વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2025માં 34 ટકાનો વધારો થયેલો છે. વર્ષ 2023માં કાર-જીપ-વાન જેવા વાહનના ચાલકો દ્વારા 724 કરોડ રૂપિયા, 2024માં 744 કરોડ રૂપિયા અને 2025માં 924 કરોડ રૂપિયાનો ટોલટેક્સ ચૂકવેલો છે.
જાણકારોના મતે, વર્ષ 2024 સુધી વૃદ્ધિ સ્થિર રહી હતી. પરંતુ 2025માં થયેલા વ્યાપક વધારા માટે ફાસ્ટેગના ઉપયોગમાં વૃદ્ધિ, હાઇવે ટ્રાફિક-આર્થિક પ્રવૃત્તિમાં તેજી, વાહનચાલકોમાં ડિજિટલ ટોલ સિસ્ટમ પ્રત્યે વધતી સ્થિરતા દર્શાવે છે.
આ પણ વાંચો: SIR વિવાદમાં: મતદારોના નામ રદ કરવા 9.88 લાખ ફોર્મ-7 ભરાયા, ચૂંટણી પંચના મૌનથી બબાલ!
ટૂંકમાં કહેવામાં આવે તો ગુજરાતમાં ફાસ્ટેગના વ્યવહારોમાં વર્ષ 2025માં 30 ટકાથી વધુનો ઉછાળો તે આર્થિક ગતિશીલતાનું સ્પષ્ટ સૂચક છે. દરમિયાન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સથી સેલ્સ ટેક્સ-વેટ પેટે ગુજરાતમાંથી 2024-24માં 24,586 કરોડ રૂપિયાની રકમ ચૂકવાઇ હતી. આ સ્થિતિએ 2020-21ની સરખામણીએ 2024-25માં 30 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. નોંધનીય છે કે, ટોલ ટેક્સથી તોતિંગ આવક છતાં ખખડધજ રોડ છે.








