ભારે પવન ફૂંકાતા ગુજરાતનો દરિયો તોફાની બનશે, માછીમારો અને બંદરો માટે ખાસ ચેતવણી જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IMD Issues Port Warning: ગુજરાતમાં સક્રિય બનેલી ચોમાસાની સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, 9 જુલાઈએ તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની અને દરિયો તોફાની બનવાની પ્રબળ શક્યતાને લઈને માછીમારો અને બંદરો માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચન
હવામાન વિભાગ(IMD) દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયામાં ઊંચા મોજા અને ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને 8 જુલાઈથી 12 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
IMD અનુસાર, મજબૂત ચોમાસાની સ્થિતિને લીધે ગુજરાતના દરિયાકાંઠે અને તેની આસપાસના વિસ્તારોમાં તોફાની હવામાન પ્રવર્તે તેવી સંભાવના છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના તમામ બંદરો માટે ખાસ પોર્ટ વોર્નિંગ જાહેર કરીને લોકલ કોશનરી સિગ્નલ નંબર-3 (LC-III) યથાવત રાખવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના બંદરો પરથી આ સિગ્નલ હટાવી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.









