ગુજરાત લોકરક્ષક પોલીસ ભરતીનું મેરીટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલનું મેરીટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

LRD Merit : ગુજરાત લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. જેમાં આજે બુધવારે (27 ઓગસ્ટ) પોલીસ ભરતીની લોક રક્ષકનું મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ગત 6 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર કરાયેલા લેખિત પરીક્ષાના ગુણો બાદ રિચેકિંગ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં કુલ 557 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી દરેકની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી.
ચકાસણી દરમિયાન ખુલ્યું કે, કેટલાક ઉમેદવારો દ્વારા OMR Sheet પર પ્રશ્નપુસ્તિકા કોડ લખવામાં ભૂલ થઈ હતી, જેના કારણે તેમના ગુણોની ગણતરીમાં વિલંબ અને વિસંગતતા સર્જાઈ હતી. આ ભૂલ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે.

પુરૂષ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો...
મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો...
માજી સૈનિક ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો...
જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે કટ-ઓફ 120.50 માર્ક્સ સુધી પહોંચી છે. OMR ભૂલના કેસો તંત્ર માટે ચેતવણીરૂપ છે કે, પરીક્ષા પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને તકેદારી જરૂરી છે. દસ્તાવેજ ચકાસણી માટે પસંદ થયેલા ઉમેદવારોને આગામી તબક્કાની માહિતી અધિકૃત વેબસાઇટ અને સૂચનાઓ દ્વારા આપવામાં આવશે. મેરીટ લિસ્ટ અને પૂનઃચકાસણી અને ગેર લાયક ઠરેલા ઉમેદવારો સહિતની વધુ માહિતી પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પરથી મેળવી શકાશે.
આ પણ વાંચો: દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ, રાજ્યમાં હજુ 6 દિવસ રહેશે મેઘમહેર









