Get The App

આપ-કોંગ્રેસની આબરૂના ધજાગરાં, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
Gujarat Local Body Election Results

Gujarat Local Body Election Results: મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપે એવો ભગવો લહેરાવ્યો છે કે વિરોધ પક્ષોના તો સરનામા શોધવા માટે હવે 'ગૂગલ મેપ્સ'ની મદદ લેવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચૂંટણીના આંકડા જોતા એવું લાગે છે કે જનતાએ વિપક્ષને 'વોટ' નહીં પણ 'ખોટ' જ આપી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની હાલત એવી કફોડી થઈ છે કે બેઠકો જીતવી તો દૂરની વાત, ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચાવી શક્યા નથી.

મજબૂત નેતાગીરીના અભાવે વિપક્ષના સૂપડા સાફ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ વિકાસની રાજનીતિ પસંદ કરી છે જેના પગલે 'પરિવર્તન'ના વાયદા કરનાર આપના ઝાદુના સળિયા વિખેરાય ગયા છે, તો કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે તેનું કારણ એ છે કે, પ્રદેશ કોંગ્રેસના નેતાઓમાં જૂથવાદ ચરમસીમાએ છે. કેટલાક નેતા તો ભાજપની બી ટીમ તરીકે જ કામ કરી રહ્યા છે. કોંગ્રેસને સત્તા પર આવવાનો ઉમળકો અને હોશ નથી પણ ભાજપના સાથેની રાજકીય ભાઇબંધીને લીધે બધું મેળાપિપણું ચાલી રહ્યું છે. મજબૂત નેતાગીરી ઉભરી શકી નથી જેથી ગુજરાતના મતદારી પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી. નબળા વિપક્ષને કારણે જ ગુજરાતમાં ભાજપનો જયજયકાર છે. કોંગ્રેસને હવે પરાજય જાણે કોઠે પડી ગયો છે. 

આપ-કોંગ્રેસની આબરૂના ધજાગરાં, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી 2 - image

રાજકીય પંડિતોનો વિપક્ષ પર આકરો કટાક્ષ

આ તરફ રાજકીય પંડિતો કટાક્ષમાં કહી રહ્યા છે કે, વિપક્ષોની તો એવી દશા થઈ છે કે, તેઓ હવે ઈવીએમનો વાંક કાઢી શકે તેથી અવસ્થામાં ય નથી. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પરિણામોમાં જનતાએ તો સ્પષ્ટ કહી દીધું છે કે અત્યારે તો માગ માત્ર ભાજપની જ છે. 

વિપક્ષના 5588 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

ચૂંટણી પરિણામોમાં જાણવા મળ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મેદાને ઉતરેલાં આમ આદમી પાટીના 3365 જ્યારે કોંગ્રેસમાં 2223 ઉમેદવારોની ડિપોઝીટ સુધ્ધા જાપ્ત થઈ ગઈ છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા કુલ આ બંને પક્ષોના કુલ 5588 ઉમેદવારીની ડિપોઝીટ પણ પરત મળી શકી નથી. આ પરથી એક બાબત સ્પષ્ટ થઈ કે, બંને પક્ષોએ ઉમેદવારો ચૂંટલી મેદાને તો ઉતર્યા પણ જનમત મેળવી શક્યા નથી. કોંગ્રેસ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ હવે પડકારજનક બન્યું છે.  

આ પણ વાંચો: પ્રજાના પૈસે જલસા! AMCના નવા કોર્પોરેટર, હોદ્દેદારો માટે 10 કરોડના ખર્ચે રીનોવેશન શરૂ

ભાજપની રણનીતિ સામે વિપક્ષી પ્રચાર નિષ્ફળ

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની ચૂંટણી રણનિતી અને પ્રચાર સાથે આપ અને કોંગ્રેસ ટકી શક્યા નહી. મતદારોને રિઝવવામાં બંને પક્ષો નબળા સાબિત ઠર્યા, પરિણામે પાંચ તજારથી વધુ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ. ચૂંટણી મેદાને ડિપોઝીટ જપ્ત થવી એ ઉમેદવાર-રાજકીય પક્ષ માટે ચિંતાનો વિષય છે.

ઉમેદવારની ડિપોઝિટ ક્યારે જપ્ત થાય?

રાજ્ય ચૂંટણી પંચનો નિયમ છે કે, જો કોઈ ઉમેદવારને કુલ માન્ય મતોના 1/6 ભાગ (અંદાજે 16.66%) કરતા ઓછા મત મળે, તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે. મહત્ત્વની વાત એ છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાંચ હજારથી વધુ ઉમેદવાર 10 ટકા મતોનો આંકડો પણ સ્પર્શી શક્યા નથી, ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થતા આપ અને કોંગ્રેસની આબરૂના ધજાગરા ઉડ્યા છે. 

આપ-કોંગ્રેસની આબરૂના ધજાગરાં, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી 3 - image