World

કોલંબિયામાં ભૂકંપનો મૃત્યુઆંક 240ને પાર, હજુ પણ અનેક કાટમાળ નીચે દટાયેલા

By GS Team
12 Aug 20261 min read
TukuTouch Logo
કોલંબિયામાં 7.4 તીવ્રતાના ભયાવહ ભૂકંપે હાહાકાર મચાવ્યો છે. બોગોટા સહિત અનેક શહેરોમાં 240થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 2,000થી વધુ ગુમ છે. 2,000થી વધુ ઇમારતો ધ્વસ્ત થઈ છે, જેમાં શાળાઓ, હોસ્પિટલો અને ઐતિહાસિક ઇમારતોનો સમાવેશ થાય છે. મુખ્ય એરપોર્ટ પર લોકો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોલંબિયામાં ભૂકંપનો મૃત્યુઆંક 240ને પાર, હજુ પણ અનેક કાટમાળ નીચે દટાયેલા

બોગોટા : કોલંબિયામાં આવેલા ૭.૪ની તિવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને ૨૪૦ને પાર પહોંચી ગયો છે. જ્યારે હજુ પણ બે હજારથી વધુ લોકો ગૂમ છે, અને અનેક લોકો ઘાયલ છે. એવામાં મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતાઓ છે. અત્યાર સુધીમાં બે હજારથી વધુ ઇમારતો ધ્વસ્ત થઇ ચુકી છે. જ્યારે આશરે ૧૦૦ જેટલી શાળાઓ અને ૨૦ જેટલી હોસ્પિટલોને પણ નુકસાન થયું છે. અનેક ઐતિહાસિક ઇમારતો પણ નાશ પામી છે, ભૂકંપના અનેક વીડિયો સામે આવ્યા છે. કોલિંબિયાના મુખ્ય એરપોર્ટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં લોકો જીવ બચાવવા માટે દોડતા જોવા મળ્યા હતા જ્યારે કેટલાકે પિલરનો સલાહો લીધો હતો.