Gujarat

રેલવે સ્ટેશનની હદમાં વ્યક્તિને ઈજા થાય કે મૃત્યુ પામે તો તે વળતર મેળવવા હકદાર : ગુજરાત હાઇકોર્ટ

By GS TEAM
18 Mar 20262 mins read
TukuTouch Logo
વેઈટિંગ હોલ, બુકિંગ ઓફિસ કે પ્લેટફોર્મ કે અન્ય જગ્યાએ વ્યક્તિને ઈજા થાય કે મૃત્યુ પામે તો વળતર ચૂકવવા માટે રેલવે જવાબદાર છે. ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે જો કોઈ વ્યક્તિ વેઈટિંગ હોલ, ક્લોક રૂમ, રિઝર્વેશન અથવા બુકિંગ ઓફિસ, અથવા પ્લેટફોર્મ પર અથવા રેલવે સ્ટેશનની હદમાં અન્ય કોઈપણ જગ્યાએ હોય અને તેને ઈજા થાય અથવા તેનું મૃત્યુ થાય.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવે સ્ટેશનની હદમાં વ્યક્તિને ઈજા થાય કે મૃત્યુ પામે તો તે વળતર મેળવવા હકદાર : ગુજરાત હાઇકોર્ટ

Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટે એક અગત્યના ચુકાદા મારફતે સ્પષ્ટ કર્યું છે કે, રેલવે સ્ટેશનની અંદર કે તેની હદમાં કોઈપણ જગ્યાએ વ્યક્તિને ઈજા થાય કે તેનું મૃત્યુ થાય તો વ્યક્તિ રેલવે તંત્ર પાસેથી વળતર મેળવવા હકદાર ઠરે છે. જસ્ટિસ જે. સી. દોશીએ મહત્વનું અવલોકન કરતાં જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિ રેલવે સ્ટેશનની અંદર વેઈટિંગ હોલ, ક્લોક રૂમ, રિઝર્વેશન અથવા બુકિંગ ઓફિસ કે પ્લેટફોર્મ અથવા રેલવે સ્ટેશનની હદમાં અન્ય કોઈપણ જગ્યાએ હોય અને જો તેને ઈજા થાય કે મૃત્યુ નીપજે તો રેલવે સત્તાધીશો વળતર ચૂકવવા માટે જવાબદાર રહે છે.

રેલવેને કડક આદેશ

વેઈટિંગ હોલ, બુકિંગ ઓફિસ કે પ્લેટફોર્મ કે અન્ય જગ્યાએ વ્યક્તિને ઈજા થાય કે મૃત્યુ પામે તો વળતર ચૂકવવા માટે રેલવે જવાબદાર છે. ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે જો કોઈ વ્યક્તિ વેઈટિંગ હોલ, ક્લોક રૂમ, રિઝર્વેશન અથવા બુકિંગ ઓફિસ, અથવા પ્લેટફોર્મ પર અથવા રેલવે સ્ટેશનની હદમાં અન્ય કોઈપણ જગ્યાએ હોય અને તેને ઈજા થાય અથવા તેનું મૃત્યુ થાય, તો રેલવે વળતર ચૂકવવા માટે જવાબદાર રહેશે. અચાનક આંચકાના કારણે ટ્રેનની અંદર તેના બર્થ પરથી પડી જતાં મૃત્યુ પામનાર વ્યક્તિના વારસોને રાહત આપતાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચો : ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ

ટ્રિબ્યુનલને અપાયો આદેશ

હાઈકોર્ટે મૃતકના આશ્રિતોની રૂ. આઠ લાખનું વળતર અને વ્યાજ મેળવવા અંગેનો દાવો નામંજૂર કરવાના ટ્રિબ્યુનલના હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેની સુનાવણીના અંતે હાઈકોર્ટે ટ્રિબ્યુનલના વળતર નામંજૂર કરવાના હુકમને ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો હતો અને ફરીથી નવેસરથી નિર્ણય લેવા મેટર રિમાન્ડ કરી ટ્રિબ્યુનલને હુકમ કર્યો હતો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, રેલવે એક્ટની કલમ-123(સી)ની જોગવાઈ આ પ્રકારના અનિચ્છનીય બનાવ સંદર્ભે એક લાભકારક જોગવાઈ છે.