Gujarat

'કાયદાથી ઉપર કોઈ નથી...', હાઇકોર્ટે ચૈતર વસાવાની પેરોલ અરજી ફગાવી દેતાં પાછી ખેંચવાની ફરજ પડી

By GS Team
1 Sep 20261 min read
TukuTouch Logo
નર્મદા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા સહિત 9 જણને 7 વર્ષની સજા ફટકારતા, વસાવાએ હાઇકોર્ટમાં પેરોલ અરજી કરી હતી. આ અરજી જામીનમાં તબદીલ કરતાં હાઇકોર્ટે તેનો ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, 'કાયદો સર્વોપરી છે, કોઈ કાયદાથી ઉપર નથી'. આ પછી વસાવાને પેરોલ અરજી પાછી ખેંચવાની ફરજ પડી હતી. હવે તેમની પાસે સુપ્રીમ કોર્ટનો વિકલ્પ બચ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'કાયદાથી ઉપર કોઈ નથી...', હાઇકોર્ટે ચૈતર વસાવાની પેરોલ અરજી ફગાવી દેતાં પાછી ખેંચવાની ફરજ પડી

Chaitar Vasava Parole Rejected High Court: ચૈતર વસાવાએ હાઇકોર્ટમાં પેરોલ માટે અરજી કરી હતી. હાઇકોર્ટને આ અરજી જામીન અરજીમાં તબદીલ કરવા રજૂઆત કરી હતી. જેને લઈને હાઇકોર્ટે ઇન્કાર કરતાં વસાવાને પેરોલ અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી.

શું હતી સમગ્ર ઘટના?

નર્મદા સેશન્સ કોર્ટે(રાજપીપળા) 23 જૂન 2026ના રોજ વનકર્મી પર હુમલો, સરકારી ફરજમાં અડચણ, હવામાં ફાયરિંગ અને ખંડણી કેસમાં (ઑક્ટો-નવે 2023ની ઘટના) ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા સહિત 9 જણને 7 વર્ષની સખત કેદની સજા કરી હતી. આ સજા સામે વસાવાએ ગત 3 ઑગસ્ટે હાઇકોર્ટમાં સજા પર સ્ટે અને જામીન માટે અરજી કરી હતી.

સજા પર સ્ટે અને જામીનને લઈને ચૈતર વસાવાએ કરેલી અરજી મામલે હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, 'કાયદો સર્વોપરી છે, કોઈ કાયદાથી ઉપર નથી. લોકપ્રતિનિધિને રાહત આપવાથી સમાજમાં ખોટો સંદેશ જશે' આમ કહીને હાઇકોર્ટે વસાવા અને તેમના PAની જામીન અરજી ફગાવી દીધી હતી.

હાલ વસાવા વડોદરા જેલમાં છે. સ્ટે ન મળતા ધારાસભ્ય પદ જોખમમાં છે. હવે તેમની પાસે સુપ્રીમ કોર્ટનો વિકલ્પ બચ્યો છે. વસાવાએ તરત જ પેરોલ માટે નવી અરજી કરી હતી, જેને હાઇકોર્ટે ફગાવી દીધી છે.