ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઑરેન્જ ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather News: ગુજરાતમાં અત્યારે ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ માટે ગરમીની ગંભીર આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થશે.
અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો કહેર
હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આજે (નવમી મે) અમદાવાદમાં 'યેલો ઍલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે અને તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે. જોકે, આવતીકાલથી સ્થિતિ વધુ ગંભીર બનશે. અમદાવાદમાં આગામી 6 દિવસ માટે 'ઑરેન્જ ઍલર્ટ' આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે નાગરિકોએ લૂ અને ગરમીથી બચવા ખાસ તકેદારી રાખવી પડશે.
હિટવેવની આગાહી અને સિસ્ટમની અસર
નોર્થ ઈસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમના કારણે વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને પવનની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે. આગામી દિવસોમાં રાજ્યના સરેરાશ તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આગામી સતત 6 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હિટવેવની સ્થિતિ રહેશે.










