Get The App

પ્રજાના પૈસાની બરબાદી: ગુજરાતમાં 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ, આરોગ્ય વિભાગની લાલિયાવાડી

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
પ્રજાના પૈસાની બરબાદી: ગુજરાતમાં  4 કરોડની દવાઓ એક્સપાયર્ડ, આરોગ્ય વિભાગની લાલિયાવાડી 1 - image


 AI IMAGE

Ahmedabad News : એક તરફ ગરીબ દર્દીઓ મોંઘી દવાઓના ખર્ચથી બચવા માટે સરકારી હૉસ્પિટલો અને જનઔષધિ કેન્દ્રોના ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. યોગ્ય જાળવણીના અભાવે ગુજરાતની વિવિધ સરકારી હૉસ્પિટલોમાં રૂપિયા 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ થઈને કચરે ગઈ છે.

વેરહાઉસને બદલે ખુલ્લા મેદાનમાં ફેંકાઈ દવાઓ

દવાઓની જાળવણી માટે ચોક્કસ તાપમાન અને સુરક્ષિત રૂમ હોવા અનિવાર્ય છે, પરંતુ એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, લાખો રૂપિયાની દવાઓના પેકેટ વેરહાઉસને બદલે ખુલ્લા મેદાનમાં બિનવારસી હાલતમાં પડી રહ્યા હતા. વર્ષ 2017થી 2022 દરમિયાન અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં આ પ્રકારે પ્રજાના ટેક્સના પૈસાની ઉઘાડી બરબાદી જોવા મળી છે.

કયા શહેરમાં કેટલી દવાઓ બગડી?

આ લાલિયાવાડીમાં જામનગર અને અમદાવાદ મોખરે છે. જામનગર: રૂ. 98.20 લાખની દવાઓ બિનઉપયોગી, અમદાવાદમાં રૂ. 68.17 લાખની દવાઓ એક્સપાયર્ડ, વડોદરામાં રૂ. 58.47 લાખની દવાઓ કચરે ગઈ, પાટણમાં રૂ. 52.06 લાખનું નુકસાન થયું છે. 

આ પણ વાંચો : મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો

પ્રજાના પૈસાનું આંધણ

આરોગ્ય વિભાગ દર વર્ષે કરોડો રૂપિયાની દવાઓની ખરીદી કરે છે. જેથી ગરીબ દર્દીઓને મફત સારવાર મળી શકે. પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે આ દવાઓ દર્દીઓ સુધી પહોંચવાને બદલે ખુલ્લા પ્રાંગણમાં પડી રહીને ઝેર બની ગઈ. સમયમર્યાદા વીતી ગયા પછી પણ આ પેકેટોનો કોઈ નિકાલ કરવામાં આવ્યો ન હતો. આ ઘટનાએ સરકારી તંત્રની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે કે પછી પ્રજાના પૈસા આ જ રીતે બરબાદ થતાં રહેશે?

મોટા ભાગના જિલ્લાઓમાં દવાનો વેડફાટ

અમદાવાદ, અમરેલી, સુરત, વડોદરા, રાજકોટ, પાટણ, હિમતનગર, દાહોદ, જામનગર અને વલસાડમાં સૌથી વધુ દવાઓ બિનઉપયોગી બની રહી હતી. આ સ્થળોએ દવાઓની પૂરતી સાચવણી થઈ શકી નહીં. આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીને કારણે લાખો કરોડોની દવાઓ દર્દીઓ માટે બિનઉપયોગી બની રહી હતી.

વિસ્તારકેટલી દવા બિનઉપયોગીવિસ્તારકેટલી દવા બિનઉપયોગી
અમરેલીરૂ. 28.50 લાખહિમતનગરરૂ. 28.02 લાખ
જામનગરરૂ. 98.20 લાખઅમદાવાદરૂ. 68.17 લાખ
સુરતરૂ. 38.44લાખપાટણરૂ. 52.06લાખ
વડોદરારૂ. 58.47લાખદાહોદરૂ. 11.28લાખ
વલસાડરૂ. 4.92લાખરાજકોટરૂ. 9.36લાખ