Gujarat

હરાજીમાં ખરીદેલી મિલકતના દસ્તાવેજ નોંધણીનો સત્તાધીશો ઈનકાર ન કરી શકે : ગુજરાત હાઈકોર્ટ

By GS TEAM
25 Mar 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઇકોર્ટ એક અગત્યના ચુકાદા મારફતે ઠરાવ્યું હતું કે, બેન્ક હરાજી દ્વારા ખરીદેલી મિલકત માટે વેચાણ દસ્તાવેજ અથવા પ્રમાણપત્ર નોંધણી કરવાનો સરકારના સંબંધિત સત્તાવાળાઓ ઇનકાર કરી શકે નહીં. ભલે આવી મિલકત પર સરકારી બોજો બોલતો હોય તો પણ. હાઇકોર્ટના જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, એક વખત બેન્ક દ્વારા યોગ્ય પ્રક્રિયા દ્વારા વેચાણ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે ત્યારબાદ નોંધણી અધિકારી આવા વ્યવહારોની નોંધણી કરવા માટે બંધાયેલા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હરાજીમાં ખરીદેલી મિલકતના દસ્તાવેજ નોંધણીનો સત્તાધીશો ઈનકાર ન કરી શકે : ગુજરાત હાઈકોર્ટ

Bank Auction Buyers Relief: ગુજરાત હાઇકોર્ટ એક અગત્યના ચુકાદા મારફતે ઠરાવ્યું હતું કે, બેન્ક હરાજી દ્વારા ખરીદેલી મિલકત માટે વેચાણ દસ્તાવેજ અથવા પ્રમાણપત્ર નોંધણી કરવાનો સરકારના સંબંધિત સત્તાવાળાઓ ઇનકાર કરી શકે નહીં. ભલે આવી મિલકત પર સરકારી બોજો બોલતો હોય તો પણ. હાઇકોર્ટના જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, એક વખત બેન્ક દ્વારા યોગ્ય પ્રક્રિયા દ્વારા વેચાણ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે ત્યારબાદ નોંધણી અધિકારી આવા વ્યવહારોની નોંધણી કરવા માટે બંધાયેલા છે.

હરાજીની મિલકત પર હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

આવી મિલકત પર ભલે સરકારી બોજો હોય પરંતુ એક વખત વેચાણ પ્રમાણપત્ર જાહેર થયા બાદ અધિકારી નોંધણી કરવા બંધાયેલા ભાવનગરની એક મિલકતના કેસમાં નોંધણી કરવાનો ઇનકાર કરવાના સત્તાવાળાઓના હુકમને હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો હતો અને અરજદાર તેમજ બેન્ક વચ્ચે કરવામાં આવેલા વેચાણ દસ્તાવેજ અને પ્રમાણપત્રની નોંધણીની કાર્યવાહી કરવા અંગે હુકમ કર્યો હતો.

બેન્ક હરાજીમાં મિલકત ખરીદનારાઓ માટે મોટી રાહત

હાઇકોર્ટના આ ચુકાદાને પગલે બેન્ક હરાજી દ્વારા ખરીદાયેલી મિલકતોના વેચાણ દસ્તાવેજો અને પ્રમાણપત્રની નોંધણીની પ્રક્રિયા આડેનો અવરોધ હવે દૂર થયો છે અને સંબંધિત સત્તાવાળાઓ અને નોંધણી અધિકારીઓએ આવી મિલકતોના વેચાણ દસ્તાવેજ અને પ્રમાણપત્રની નોંધણી કરી આપવી પડશે.

આ પણ વાંચો: ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં

મેસર્સ રાજ પિક્ચર હાઉસની મિલકતનો વિવાદ

કેસની વિગતો મુજબ, મેસર્સ રાજ પિક્ચર હાઉસની ગાઉની માલિકીની મિલકત વર્ષ 2013માં બેન્કને બેન્ક ઓફ બરોડામાં ગીરવે મૂકવામાં આવી હતી. જ્યારે મૂળ માલિક નાણાંકીય જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ ગયા ત્યારે બેન્કે નાણાંકીય સંપત્તિઓના સિક્યોરીટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ડ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ હેઠળ વસૂલાતની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં આ મિલકતની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ નોંધણીનો કર્યો ઈનકાર

જેના આધારે અરજદારે ઔપચારિકતા માટે ડીડ ઓફ કન્વેયન્સ બનાવવા સબ રજિસ્ટ્રાર કચેરીનો સંપર્ક કર્યો ત્યારે સ્થાનિક અધિકારીઓએ મિલકતના દસ્તાવેજની નોંધણી કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. કારણ કે, વર્ષ 2016માં આ મિલકત પર વેટ વિભાગ દ્વારા સરકારી બોજો બોલતો હોઈ જપ્તીનો હુકમ કરાયેલો હતો.