Get The App

વૈશ્વિક સંકટ વચ્ચે ગેસ સિલિન્ડર અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઘરેલુ ગેસને સર્વોચ્ચ પ્રાથમિકતા

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
વૈશ્વિક સંકટ વચ્ચે ગેસ સિલિન્ડર અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઘરેલુ ગેસને સર્વોચ્ચ પ્રાથમિકતા 1 - image

LPG Gas Supply In Gujarat: ઈઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના ઊર્જા ક્ષેત્ર પર જોવા મળી રહી છે. આ વૈશ્વિક સંકટ વચ્ચે રાજ્યમાં ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે 'સરકારની પ્રથમ પ્રાથમિકતા રાજ્યના સામાન્ય નાગરિકોના ઘરનો ચૂલો ચાલુ રહે તે જોવાની છે.'

'ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50 ટકા કાપ મૂકવામાં આવ્યો'

ગેસના પુરવઠા અંગે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, 'ગેસનો પુરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે. રાજ્ય સરકારની પ્રાયોરીટી ઘરોમાં ગેસની બોટલ પહોંચે તે જોવાની  છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50 ટકા કાપ મૂકવામાં આવ્યો છે. ફર્ટિલાઇઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40 ટકાનો કાપ મૂક્યો છે. ગુજરાતમાં એકપણ ચૂલો બંધ ન થાય તેની ચિંતા સરકાર કરી રહી છે. કોમર્શિયલ સિલિન્ડરમાં હજુ સુધી કોઈપણ પ્રકારનો કાપ નથી મૂક્યો. સરકાર ગેસ પુરવઠો ખોરવાય નહીં તેનું આયોજન કરી રહી છે.' 

આ પણ વાંચો: 25 દિવસ પછી જ બીજું ગેસ સિલિન્ડર બુક થશે: મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારતમાં નિયમો બદલાયા

LPG સિલિન્ડર બુકિંગનો સમયગાળો લંબાવ્યો

ઉલ્લેખનીય છેકે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG) માટે બુકિંગનો સમયગાળો લંબાવ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ ગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ઘરેલુ ગેસ, ડીઝલ કે પેટ્રોલની કોઈ અછત નથી.

સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સ્થાનિક ગ્રાહકો માટે ગેસના ભાવમાં વધારો થવાની શક્યતા નહિવત્ છે. દેશમાં ગેસનો પુરવઠો જાળવી રાખવા માટે અને સપ્લાય ચેઇનમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી ઔદ્યોગિક વપરાશ માટેના LNG(લિક્વિફાઇડ નેચરલ ગેસ)ના જથ્થાને હવે ઘરેલુ વપરાશ માટે ડાયવર્ટ કરવામાં આવશે. આ સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઘરેલુ ગ્રાહકો માટે ગેસના દરોમાં કોઈ ફેરફાર કે રેશનલાઇઝેશન (કપાત) કરવામાં આવશે નહીં, જેથી સામાન્ય જનતાને ભાવવધારામાંથી મોટી રાહત મળી શકે તેમ છે.