Gujarat

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણયઃ હવે ડિજિટલ સહીવાળા જન્મ-મરણ પ્રમાણપત્ર પણ માન્ય ગણાશે

By GS TEAM
29 Oct 20252 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી તમામ પ્રકારની સત્તાવાર કાર્યવાહી માટે ડિજિટલ હસ્તાક્ષર (Digital Signature) વાળા જન્મ અને મરણના પ્રમાણપત્રોને ફરજિયાતપણે માન્ય ગણવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ અંગેનો પરિપત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણયઃ હવે ડિજિટલ સહીવાળા જન્મ-મરણ પ્રમાણપત્ર પણ માન્ય ગણાશે

Digital Sing Validation: ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી તમામ પ્રકારની સત્તાવાર કાર્યવાહી માટે ડિજિટલ હસ્તાક્ષર (Digital Signature)વાળા જન્મ અને મરણના પ્રમાણપત્રોને ફરજિયાતપણે માન્ય ગણવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ અંગેનો પરિપત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ AMC ચૂંટણી: OBC બેઠકો 19થી વધીને 52 જ્યારે સામાન્ય 76થી ઘટીને 59 થશે, મૂરતિયાઓમાં થનગનાટ

રાજ્યમાં એકસૂત્રતા જળવાશે

આરોગ્ય અને તબીબી સેવા વિભાગના પરિપત્ર મુજબ, આ નિર્ણય દેશભરમાં એકસૂત્રતા, પ્રમાણિકતા અને ચકાસણીની સરળતા સુનિશ્ચિત કરવા માટે લેવાયો છે. હાલમાં જન્મ અને મરણની તમામ નોંધણી કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) પોર્ટલ દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં 1 સપ્ટેમ્બર, 2025થી આ પ્રક્રિયા રાજ્યના E-ઓળખ ઍપ્લિકેશનમાંથી CRS પોર્ટલ પર તબદીલ કરવામાં આવી છે.

ડિજિટલ સહી: 

CRS પોર્ટલ દ્વારા જનરેટ થતાં જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં સંબંધિત રજિસ્ટ્રાર અથવા સબ-રજિસ્ટ્રારની ડિજિટલ સહી હોય છે, જે તેમની વિશ્વસનીયતા સાબિત કરે છે.

આ પણ વાંચોઃ SIRના કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે! જાણો શંકાસ્પદ મતદારો મુદ્દે ક્યારે સ્પષ્ટ થશે ચિત્ર

આ પ્રમાણપત્રો નાગરિકોને ઓટોમેટિક ઈમેલ દ્વારા મોકલી આપવામાં આવે છે અથવા તેઓ રજિસ્ટ્રારની કચેરીમાંથી સીધા મેળવી શકે છે. આ નિર્ણયના પગલે હવે આવા પ્રમાણપત્રો રાજ્યના તમામ સરકારી વિભાગોમાં સ્વીકાર્ય બનશે. આ પહેલ 'ડિજિટલ ગુજરાત'ના લક્ષ્યને મજબૂત કરવા તરફનું એક નક્કર પગલું છે.