Sports

સત શ્રી અકાલ, માય કૅપ્ટન શ્રેયસ...: પંજાબ કિંગ્સમાં જોડાતાં જ હાર્દિક પંડ્યાનો પહેલો મેસેજ વાયરલ

By GS Team
11 Nov 20262 mins read
TukuTouch Logo
IPL 2027 પહેલાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ છોડીને પંજાબ કિંગ્સમાં સામેલ થયો છે. 18 કરોડ રૂપિયામાં થયેલા આ ટ્રેડમાં અર્શદીપ સિંહ મુંબઈમાં ગયો છે. હાર્દિકે પંજાબમાં જોડાતાં જ ઇન્સ્ટાગ્રામ પર 'સત શ્રી અકાલ' લખી પોતાની નવી ટીમને સમર્થન આપ્યું હતું. મુંબઈ સાથેનો 10 વર્ષનો સંબંધ પૂરો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સત શ્રી અકાલ, માય કૅપ્ટન શ્રેયસ...: પંજાબ કિંગ્સમાં જોડાતાં જ હાર્દિક પંડ્યાનો પહેલો મેસેજ વાયરલ

Hardik Pandya Punjab Kings 2027 : IPL 2027ની સિઝન પહેલાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ટીમ બદલાઈ છે. હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઇન્ડિયન્સ (MI) છોડીને પંજાબ કિંગ્સ (PBKS)માં સામેલ થયો છે. બંને ફ્રેન્ચાઇઝી વચ્ચે થયેલા ટ્રેડ અનુસાર, પંજાબ કિંગ્સે હાર્દિક પંડ્યાને 18 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે તેના બદલામાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મુંબઈ ઇન્ડિયન્સમાં ગયો છે. IPLના નિવેદન અનુસાર, હાર્દિકની નવી ફી 18 કરોડ રૂપિયા રહેશે, જે મુંબઈ ઇન્ડિયન્સમાં મળતી તેની અગાઉની 16.35 કરોડ રૂપિયાની ફી કરતાં વધારે છે. બીજી તરફ, અર્શદીપ સિંહ મુંબઈમાં તેની હાલની 18 કરોડ રૂપિયાની ફી પર જ રમશે.

હાર્દિકે સોશિયલ મીડિયા પર આપી પહેલી પ્રતિક્રિયા

પંજાબ કિંગ્સમાં સામેલ થયા બાદ હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી હતી. તેણે પંજાબના નવા કૅપ્ટન શ્રેયસ ઐયર, કોચ રિકી પોન્ટિંગ અને સમગ્ર ટીમને સંબોધીને લખ્યું હતું, "સત શ્રી અકાલ. મારા કૅપ્ટન શ્રેયસ, મારા કોચ રિકી અને મારી ટીમ, સમગ્ર પંજાબ. હું તમારી પાછળ ઊભો છું."

મુંબઈ સાથેનો 10 વર્ષનો સંબંધ પૂરો

હાર્દિક પંડ્યાની મુંબઈ ઇન્ડિયન્સ સાથેની બીજી ઇનિંગ્સનો પણ હવે અંત આવ્યો છે. તેણે વર્ષ 2015માં મુંબઈની ટીમમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ 2015, 2017, 2019 અને 2020માં મુંબઈએ IPL ટાઇટલ જીત્યું ત્યારે હાર્દિક ટીમનો મહત્ત્વનો સભ્ય હતો. 2024માં તે ફરી મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફર્યો હતો અને રોહિત શર્માના સ્થાને ટીમની કૅપ્ટનશિપ સંભાળી હતી. જોકે, આ સમયગાળા દરમિયાન મુંબઈનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. હાર્દિકે અત્યાર સુધી 162 IPL મેચમાં 2,955 રન બનાવ્યા છે અને 146.28ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી છે. બોલિંગમાં તેના નામે 82 વિકેટ છે.

અર્શદીપ સિંહ 8 વર્ષ બાદ પંજાબથી અલગ થયો

બીજી તરફ, અર્શદીપ સિંહે આઠ સિઝન સુધી પંજાબ કિંગ્સ સાથે રહ્યા બાદ હવે મુંબઈ ઇન્ડિયન્સમાં સ્થાન મેળવ્યું છે. તેણે 2019માં IPL ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી 96 IPL મેચમાં 111 વિકેટ ઝડપી છે. તે પંજાબ કિંગ્સના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ છે.