Get The App

AMC ચૂંટણી: OBC બેઠકો 19થી વધીને 52 જ્યારે સામાન્ય 76થી ઘટીને 59 થશે, મૂરતિયાઓમાં થનગનાટ

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
AMC ચૂંટણી: OBC બેઠકો 19થી વધીને 52 જ્યારે સામાન્ય 76થી ઘટીને 59 થશે, મૂરતિયાઓમાં થનગનાટ 1 - image


AMC Election: આગામી ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. રાજયના ચૂંટણી પંચે 28 ઓકટોબરે મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકોની જાહેર કરેલી ફાળવણી મુજબ ઓ.બી.સી. માટેની બેઠક જે હાલમાં 19 છે તે કુલ બેઠકના 27 ટકા મુજબ ફાળવવામા આવતા વધીને 52 બેઠક થશે. શહેરમાં 48 વોર્ડ છે. આ પૈકી ચાંદખેડા સિવાયના 47 વોર્ડમાં એક ઓ.બી.સી. ઉમેદવારને રાજકીય પક્ષોએ ફરજિયાત ટિકીટ આપવી પડશે. આમ છતાં પાંચ બેઠક વોર્ડ દીઠ એક ઉમેદવાર મુકાયા પછી બાકીના ઉમેદવાર ગોઠવણ કરવા કેટલાક વોર્ડમાં બે ઓ.બી.સી. ઉમેદવાર ચૂંટણીમાં ઊભા રાખવા પડશે. ગત ચૂંટણીમાં સામાન્ય બેઠક 76 હતી જે હવે ઘટીને 59 થશે.

આ પણ વાંચોઃ રાજુલા નજીક ધાતરવાડી નદીમાં ભાઈને બચાવવા ત્રણ સગાભાઈ સહિત ચાર ડૂબ્યા

192માંથી 96 બેઠક પર મહિલાઓ લડશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલની પરિસ્થિતિમાં કુલ 192 બેઠક છે. આ પૈકી પચાસ ટકા લેખે મહિલાઓ માટે 96 બેઠક, અનુસૂચિત જાતિ માટે 20 બેઠક તથા અનુસૂચિત જનજાતિ માટે બે બેઠક તથા પછાતવર્ગના ઉમેદવારો માટે 19 બેઠક સાથે કુલ અનામત બેઠક 116 તથા સામાન્ય બેઠકોની સંખ્યા 76 મુજબનું માળખુ અસિતત્વમાં છે.ફેબ્રુઆરી-2026માં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજવા માટે શહેરમાં વર્ષ-2011માં કરવામા આવેલી છેલ્લી વસ્તી ગણતરી મુજબ 56.64 લાખની વસ્તી ગણાશે. શહેરમાં વોર્ડ દીઠ સરેરાશ 1.18 લાખની વસ્તી છે. હાલની અનુસૂચિત જાતિ માટે અનામત કુલ વીસ બેઠકમાં કોઈ વધ-ઘટ થશે નહીં. આ વીસ પૈકી દસ બેઠક અનુસુચિત જાતિના મહિલા ઉમેદવારો માટે અનામત રાખવી પડશે.અનુસૂચિત જનજાતિની બે બેઠકમાં કોઈ વધારો થશે નહીં. ચૂંટણી પંચ તરફથી 27 ટકા બેઠક ઓ.બી.સી. ઉમેદવાર માટે અનામત રાખવાનો નિર્ણય કરવામા આવતા અત્યારથી જ ભાજપ, કોંગ્રેસ ઉપરાંત એમ.આઈ.એમ.ના કોર્પોરેટરોમાં   અત્યારથી જ દોડધામ શરૂ થઈ ગઈ છે. દરેક કોર્પોરેટર તેમને ફરીથી તેમનો પક્ષ કોર્પોરેટર બનવા ટિકીટ આપે એ માટેના પ્રયાસોમાં લાગી ગયા છે. આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમા બેઠકોમાં રોટેશન પણ જોવા મળશે. જેને લઈને પણ કચવાટ જોવા મળી રહ્યો છે.

અનુસૂચિત જાતિ મહિલાઓ માટે અનામત બેઠકો

સાબરમતી, ઘાટલોડિયા, સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ, શાહીબાગ, બોડકદેવ, ઈન્ડિયા કોલોની, સરસપુર -રખિયાલ, બહેરામપુરા, વસ્ત્રાલ અને વટવા દસ બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.

અનુસૂચિત જાતિના પુરૂષો માટે અનામત બેઠકો

ચાંદખેડા, થલતેજ, નારણપુરા, સૈજપુર, ખાડિયા, મકતમપુરા, દાણીલીમડા, ગોમતીપુર, અમરાઈવાડી અને ભાઈપુરા વોર્ડમા કુલ દસ બેઠક અનામત રખાઈ છે. જયારે અનુસૂચિત જાતિના  ઉમેદવાર માટે એક તથા એક મહિલા માટે ચાંદખેડા વોર્ડમા એમ કુલ બે બેઠક અનામત રખાઈ છે તથા વાસણા વોર્ડમા એક પુરુષ ઉમેદવાર માટે અનામત બેઠક રાખવામા આવી છે.

ઓ.બી.સી.મહિલા ઉમેદવાર માટે કયા-કયા વોર્ડમાં અનામત બેઠક?

ચાંદલોડિયા, રાણીપ, નવા વાડજ, થલતેજ, નારણપુરા, સરદારનગર, સૈજપુર, કુબેરનગર, નવરંગપુરા, જોધપુર, દરિયાપુર, વિરાટનગર, બાપુનગર, ખાડીયા, જમાલપુર,વાસણા,સરખેજ, મકતમપુરા, દાણીલીમડા, મણિનગર, ગોમતીપુર, અમરાઈવાડી, ઓઢવ, ઈન્દ્રપુરી, ભાઈપુરા તથા રામોલ-હાથીજણ વોર્ડમાં ઓ.બી.સી.મહિલા ઉમેદવારો માટે એક એક બેઠક અનામત રખાશે.

આ પણ વાંચોઃ વધુ એક સંકટ! ભારે વરસાદ લાવતું અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું

ઓ.બી.સી.પુરૂષ ઉમેદવાર માટે કયા-કયા વોર્ડમાં અનામત બેઠક?

ગોતા,ચાંદલોડીયા, સાબરમતી, ઘાટલોડીયા, સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ, નરોડા,કુબેરનગર, અસારવા, શાહીબાગ, શાહપુર,નવરંગપુરા,બોડકદેવ,ઈન્ડિયા કોલોની, ઠકકરબાપાનગર,નિકોલ,સરસપુર, જમાલપુર,પાલડી, વેજલપુર,બહેરામપુરા,મણિનગર, વસ્ત્રાલ, ખોખરા,લાંભા અને વટવા બેઠકોનો સમાવેશ થાય છે.

ત્રણ કે વધુ ટર્મવાળા કોર્પોરેટરોના પત્તા કપાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-1986માં ભાજપે સત્તા મેળવવા નવા ચહેરાઓને ટિકીટ આપી હતી. ત્યારબાદ છેલ્લા વીસ વર્ષમાં યોજાયેલી દરેક કોર્પોરેશનની ચૂંટણીમા નો રીપીટ થિયરીના ભાગરૂપે ત્રણ કે તેથી વધુ ટર્મથી ચૂંટાતા કોર્પોરેટરોને ટિકીટ અપાતી નથી. આ વખતે પણ આ બાબતનો અમલ કરવા પક્ષ મોવડીમંડળ મક્કમ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

ચાંદખેડા વોર્ડમાં ઓ.બી.સી.નો અમલ નહીં થાય

અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં જાતિ આધારીત વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિની એક મહિલા તથા અનુસૂચિત જાતિ માટે એક પુરૂષ બેઠક અસ્તિત્વમા છે. આ કારણથી આ વોર્ડમાં ઓ.બી.સી. બેઠકનો અમલ નહીં કરવામા આવે.

પાંચ વોર્ડમાં ઓ.બી.સી. માટે બે-બે બેઠક રહેશે

અમદાવાદના ચાંદલોડિયા ઉપરાંત કુબેરનગર, નવરંગપુરા, જમાલપુર અને મણિનગર વોર્ડમાં ઓ.બી.સી. વર્ગના બે-બે ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ જંગમા ઉતારવા પડશે.








Tags :