Get The App

હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં: ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરોને કડક આદેશ!

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં: ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરોને કડક આદેશ! 1 - image


Gujarat High Court Order On Rat Glue Traps: રાજયભરમાં ઉંદર સહિતના પ્રાણીઓને મારવા માટે ઉત્પાદન થતા ગ્લુટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. જેમાં સરકાર તરફે સોંગદનામું કરવામાં આવ્યુ છે. સોંગદનામામાં એવી રજૂઆત કરાઇ હતી કે, તમામ જિલ્લા કલેક્ટરને સરકયુલર બહાર પાડીને મોકલી દેવામાં આવ્યો છે અને કડક અમલ કરવા આદેશ કર્યો છે. આ સિવાય પોલીસ કમિશનરને પણ તેના પર અમલ કરવા આદેશ કરવામાં આવ્યો છે. રાજયના તમામ જિલ્લામાં આ પરિપત્રનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ શિક્ષાપાત્ર ઠરશે.

ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરોને કડક આદેશ!

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, દરેક જગ્યાએથી આ પ્રોડકડના જથ્થાને સીઝ કરવો જોઇએ. સરકારે એવી રજૂઆત કરી હતી કે સ્થાનિક કોઇ પ્રોડકટનું ઉત્પાદન કરતા નથી. પરંતુ એમેઝોન અને ફલીપકાર્ટ પરથી વેપારીઓ ખરીદે છે. સરકાર તરફે એડવોકેટ જનરલે પણ સ્વીકાર્યુ હતુ કે ઘણું દુઃખદાયક હોય છે. કોર્ટે એવી ટકોર કરી હતી કે, 'પહેલા વૈજ્ઞાનિકો તમામ પ્રયોગો પ્રાણીઓ પર કરતા હતા પણ હવે એવો સમય રહ્યો નથી.' 

કોર્ટે સરકારને સૂચન કર્યુ હતુ કે, 'આ મુદ્દો ઘણો સંવેદનશીલ છે. તેને ગંભીરતાથી લેવો જોઇએ. પાક નુકશાન થતું અટકાવવા અન્ય કોઇ કામ લાગે તેવો વૈકલ્પિક ઉપાય શોધવો જોઇએ. સ્ટેટ એનિમલ મોનિટરિંગ સેલને ગંભીરતાથી નિરીક્ષણ કરવા આદેશ કર્યો છે.'

આ પણ વાંચો: ‘જેલમાંથી છૂટેલી મહિલાઓની દરકાર કોઈ નથી રાખતું, આ સમાજની કરૂણતા’: હાઈકોર્ટની ચિંતા

અરજદાર એડવોકેટ નિમિષ કાપડીયાએ એવી રજૂઆત કરી હતી કે, 'ઉંદર અને અન્ય પ્રાણીઓને પકડવા માટેના ગ્લુટ્રેપ અત્યંત ક્રૂર મોત આપે છે. અન્ય રાજયોમાં તેના પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ગુજરાતમાં તેનું ખુલ્લેઆમ વેચાણ થાય છે.'