ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેન પરીક્ષાનું પરિણામ જાહેર: જાણો કઈ રીતે કરશો ચેક, આ રહી ડાયરેક્ટ લિંક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Electrical Supervisor-Wireman Exam Result Declared: ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળના લાયસન્સીંગ બોર્ડ દ્વારા લેવાયેલી ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. લાયસન્સીંગ બોર્ડ (ઉદ્યોગભવન, ગાંધીનગર) દ્વારા આ પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ગત 13 મે થી 16 મે, 2026 દરમિયાન ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, તેઓ હવે પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકશે.
કઈ રીતે ડાઉનલોડ કરશો પરિણામ?
1- પરિણામ જોવા માટે ખાતાની સત્તાવાર વેબસાઇટ https://ceiced.gujarat.gov.in પર જવાનું રહેશે.
2- ત્યાં CEICED ના પોર્ટલ પર ઉમેદવારે પોતાના LOGIN ID અને માહિતી સાથે લોગિન કરવાનું રહેશે.
3- ઉમેદવારો 1 ઓગસ્ટથી પોતાનું પરિણામ અને માર્કશીટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે.
જે ઉમેદવારો આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે તેઓને આગળની પ્રોસેસ અને લાયસન્સ સંબંધિત પ્રક્રિયા માટે વેબસાઇટ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.




