Gujarat

ગોગો પેપર વેચનારા અને બેંક એકાઉન્ટ ભાડે આપનારા સામે થશે કાર્યવાહી, DGPની તમામ જિલ્લાના SPને સૂચના

By GS TEAM
17 Dec 20251 min read
TukuTouch Logo
રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. બીજી તરફ, સાયબર ફ્રોડની ઘટનાને લઈને બેંક એકાઉન્ટ ભાડે આપનારા અને ગોગો પેપર વેચનારા સામે કાર્યવાહી કરવા DGPએ તમામ જિલ્લાના SPને સૂચના આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોગો પેપર વેચનારા અને બેંક એકાઉન્ટ ભાડે આપનારા સામે થશે કાર્યવાહી, DGPની તમામ જિલ્લાના SPને સૂચના

Gandhinagar News : રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. બીજી તરફ, સાયબર ફ્રોડની ઘટનાને લઈને બેંક એકાઉન્ટ ભાડે આપનારા અને ગોગો પેપર વેચનારા સામે કાર્યવાહી કરવા DGPએ તમામ જિલ્લાના SPને  સૂચના આપી છે.

રાજ્યમાં સાયબર ફ્રોડની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યૂલ હન્ટ ચલાવવામાં આવ્યું છે. જેમાં પોલીસે છેલ્લા એક અઠવાડિયામાં 494 ફરિયાદ નોંધાઈ છે અને 340 જેટલાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મ્યુલ હંટ ઓપરેશન અંતર્ગત પોલીસે બેંક એકાઉન્ટ ભાડે આપવાના મામલે અત્યારસુધીમાં 1200 જેટલાં ગુના દાખલ કરાયા છે. 

આ પણ વાંચો: બ્રેકિંગ: ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ, ભંગ કરશે તે દંડાશે

બીજી તરફ, યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાયુક્ત માદક પદાર્થોના સેવન માટે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણને લઈને પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવા માટે DGPએ તમામ જિલ્લાના SPને સૂચના આપીને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.