Get The App

બ્રેકિંગ: ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ, ભંગ કરશે તે દંડાશે

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
બ્રેકિંગ: ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ, ભંગ કરશે તે દંડાશે 1 - image


Ban on Gogo Paper: હાલ યુવાધનમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ દ્વારા નશાકારક વસ્તુઓ લેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતનું ગૃહ વિભાગ હવે સફાળું જાગ્યું છે. કેટલાક યુવાઓ દ્વારા કરવામાં આવતા નશાને રોકવા માટે તાત્કાલિક નિર્ણય લીધો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)ની કલમ 163(2) અને 163(3) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે.

સરકારને ધ્યાને આવતા લેવાયો નિર્ણય

યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાયુક્ત માદક પદાર્થોના સેવન માટે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર બાબત ધ્યાને આવતાં આ બાબતે બારીક અભ્યાસ કરીને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

બ્રેકિંગ: ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ, ભંગ કરશે તે દંડાશે 2 - image

માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક

આ જાહેરનામામાં સ્પષ્ટ જણાવાયું છે કે, આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.

પ્રતિબંધિત સામાન વેચ્યો તો થશે કાર્યવાહી

હવે રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાનું રહેશે. આ આદેશનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 2023(BNS)ની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે.

Tags :