Gujarat

ગાંધીનગર: 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિત 18 પ્રમાણપત્રો ઓનલાઇન મળશે, કેબિનેટ બેઠકમાં નિર્ણય

By GS TEAM
4 Feb 20262 mins read
TukuTouch Logo
આજે બુધવારે ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી જેમાં રાજ્યના નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નવા સત્રમાં શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ કે વાલીઓને આવક દાખલા માટે ધક્કા ખાવા નહીં પડી, તેના સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો હવે ઓનલાઈન મળશે. જેનો 80 લાખ લોકોને લાભ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગર: 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિત 18 પ્રમાણપત્રો ઓનલાઇન મળશે, કેબિનેટ બેઠકમાં નિર્ણય

Online Certificates: આજે બુધવારે ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી જેમાં રાજ્યના નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નવા સત્રમાં શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ કે વાલીઓને આવક દાખલા માટે ધક્કા ખાવા નહીં પડી, તેના સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો હવે ઓનલાઈન મળશે. જેનો 80 લાખ લોકોને લાભ થશે.

1 એપ્રિલથી ઓનલાઇન મળશે 18 પ્રમાણપત્રો

કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ક્હ્યું હતું કે, આવક, જાતિના પ્રમાણપત્ર સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો હવે ઓનલાઈન ઉપલબ્ધ થશે તે માટેની સમગ્ર પ્રક્રિયા કેવી રીતે ઓનલાઇન અને ફેસલેસ બને તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને શાળા શરૂ થતાં જ સરકારી કચેરીઓમાં મોટી લાઈનો લાગતી હતી વિદ્યાર્થીઓ અને વાલીઓ પડતી તકલીફોમાં ઘટાડો થશે. 1 એપ્રિલ 2026થી યોજનાઓના દાખલા અને પ્રમાણપત્રો ઓનલાઇન મળતા શરૂ થઈ જશે. 

1: પ્રમાણપત્રો (Certificates)

આવકનો દાખલો: ગ્રામ પંચાયત, શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે.

જાતિના પ્રમાણપત્રો: સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC/OBC), અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટેના દાખલા.

નોન-ક્રીમીલેયર: ગુજરાત સરકાર અને ભારત સરકાર બંને માટેના પ્રમાણપત્રો.

EWS પ્રમાણપત્ર: આર્થિક રીતે નબળા વર્ગો માટે (ગ્રામીણ અને શહેરી).

2: રેશનકાર્ડ સંબંધિત સેવાઓ

રેશનકાર્ડમાં નામ ઉમેરવા અથવા નામ કમી કરવા બાબત

રેશનકાર્ડમાં સુધારા કરવા અથવા અલગ રેશનકાર્ડ બનાવવાની પ્રક્રિયા

નવા રેશનકાર્ડ માટેની અરજી અથવા તો રેશનકાર્ડની બીજી નકલ મેળવવા માટેની અરજી

3: અન્ય કાયદાકીય સેવાઓ

અન્ય તૈયાર સોગંદનામું (Affidavit)

કોઈપણ દસ્તાવેજની નકલ (Copy) મેળવવા માટેની વિનંતી

આ પણ વાંચો: ધોરણ 10 બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજ: આંતરિક ગુણ અપલોડ કરવા શાળાઓને આદેશ, જાણો છેલ્લી તારીખ