Gujarat

'સલામત ગુજરાત'માં બાળકો અસલામત! 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, હજુ 553નો કોઈ અતોપતો નથી!

By GS TEAM
10 Mar 20262 mins read
TukuTouch Logo
સલામત ગુજરાતમાં બાળકો પણ સલામત રહ્યા નથી. ગુજરાતમાં ગૂમ થતાં બાળકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આજે ગુજરાત વિધાનસભામાં મિસિંગ ચિલ્ડ્રનનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષે માનવ તસ્કરીની આશંકા સાથે સરકારને સાણસામાં લીધી હતી. ખુદ સરકારે સ્વીકાર્યું કે, 24 જિલ્લામાં ગૂમ થયેલા 553 બાળકોનો કોઈ અતોપતો નથી. 2 વર્ષ પછી પણ ગૂમ થયેલા બાળકોને પોલીસ શોધી શકી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

'સલામત ગુજરાત'માં બાળકો અસલામત! 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, હજુ 553નો કોઈ અતોપતો નથી!

Missing Children Gujarat: સલામત ગુજરાતમાં બાળકો પણ સલામત રહ્યા નથી. ગુજરાતમાં ગૂમ થતાં બાળકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આજે ગુજરાત વિધાનસભામાં મિસિંગ ચિલ્ડ્રનનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષે માનવ તસ્કરીની આશંકા સાથે સરકારને સાણસામાં લીધી હતી. ખુદ સરકારે સ્વીકાર્યું કે, 24 જિલ્લામાં ગૂમ થયેલા 553 બાળકોનો કોઈ અતોપતો નથી. 2 વર્ષ પછી પણ ગૂમ થયેલા બાળકોને પોલીસ શોધી શકી નથી.

વિધાનસભામાં ગુંજ્યો ગુમ બાળકોનો મુદ્દો

બજેટ સત્ર હવે જ્યારે અંતિમ તબક્કામાં છે ત્યારે વિધાનસભા ગૃહમાં કાયદા વ્યવસ્થાને લઈને ગરમાગરમ બહસ જામી હતી. વિપક્ષે રાજ્યમાં ગૂમ થતાં બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી કે, ગૂમ થયેલા બાળકોને શોધવા માટે ગૃહવિભાગે ખાસ ડ્રાઈવ કરવી જોઈએ. પોલીસે સક્રિય થવું જોઈએ. તેનું કારણ એ છે કે, છેલ્લાં 2 વર્ષમાં ગુજરાતમાં 24 જિલ્લામાં ગૂમ થયેલા બાળકોની સંખ્યા 6240 છે જે પૈકી હજુ 553 બાળકો મળી આવ્યા નથી જે ચિંતાનું કારણ છે.

જિલ્લોગૂમ બાળકોશોધવાના બાકી
અમદાવાદ80941
સુરત84176
રાજકોટ47736
વડોદરા35218
પંચમહાલ17625
દાહોદ26352
આણંદ16626
ગાંધીનગર20851
છોટાઉદેપુર10713
મહેસાણા29646
ભરૂચ16010
ખેડા18829
સાબરકાંઠા15015
અરવલ્લી17016
કચ્છ24214

આ પણ વાંચો: ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન

બે વર્ષમાં ગુજરાતમાં 67 મહિલાઓ ગૂમ થઈ

ગૂમ થતાં બાળકોની સાથે સાથે ગૂમ થતી મહિલાઓને લઈને પણ ગૃહમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. છેલ્લાં બે વર્ષમાં કુલ મળીને 67 મહિલાઓ ગૂમ થઈ હતી. અમદાવાદમાં સૌથી વધુ 20 અને સુરતમાં 15 મહિલાઓ ગૂમ થઈ હતી. 15થી વધુ જિલ્લામાં મહિલા ગૂમ થયાની ફરિયાદો મળી હતી. જોકે, ગૃહવિભાગે દાવો કર્યો કે, ગૂમ થયેલી મહિલાઓ સલામત રીતે પરત ફરી છે. હવે એકેય મહિલા શોધવાની બાકી નથી. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ એવી આશંકા વ્યક્ત કરી કે, શું ગુજરાતમાં માનવ તસ્કરી તો થઈ રહી નથી ને. કોઈ ગેંગ તો સક્રિય નથી.