Gujarat

ગુજરાતની સરકારી સ્કૂલોમાં બે વર્ષમાં એડમિશન ઘટ્યા, ધો.8ના 69%થી વધુ વિદ્યાર્થી ભાગાકાર કરી શકતા નથી

By GS Team
29 Jan 20253 mins read
This article was originally published on 29 Jan 2025
TukuTouch Logo
એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ-2024 (રૂરલ) જાહેર કરવામા આવ્યો છે. જે મુજબ ગુજરાતની સરકારી સ્કૂલોમાં બે વર્ષમાં 6 થી 14 વર્ષના બાળકોનો પ્રવેશ-એનરોલમેન્ટ 90.9 ટકાથી ઘટીને 86.5 ટકા થયો છે. જ્યારે 16.5 ટકા સરકારી સ્કૂલોમાં પીવાના પાણીની, 22.5 ટકા સ્કૂલોમાં ટોઈલેટ અને 20 ટકા સ્કૂલોમાં મેદાન નથી. રિપોર્ટ મુજબ, રાજ્યમાં સ્કૂલોના 14 થી 16 વર્ષના વિદ્યાર્થીઓના 96 ટકા પરિવાર પાસે સ્માર્ટ ફોન છે અને જેમાંથી 82.3 ટકા વિદ્યાર્થીઓ ફોન વાપરે છે. જ્યારે 57 ટકાથી વધુ વિદ્યાર્થી પોતાની જાતે મોબાઈલનો પાસવર્ડ બદલી શકે છે. 14 થી 16 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓમાં 18.6 ટકા વિદ્યાર્થી પોતાનો સ્માર્ટફોન ધરાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતની સરકારી સ્કૂલોમાં બે વર્ષમાં એડમિશન ઘટ્યા, ધો.8ના 69%થી વધુ વિદ્યાર્થી ભાગાકાર કરી શકતા નથી
Image: AI

Annual Status of Education Report 2024: એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ-2024 (રૂરલ) જાહેર કરવામા આવ્યો છે. જે મુજબ ગુજરાતની સરકારી સ્કૂલોમાં બે વર્ષમાં 6 થી 14 વર્ષના બાળકોનો પ્રવેશ-એનરોલમેન્ટ 90.9 ટકાથી ઘટીને 86.5 ટકા થયો છે. જ્યારે 16.5 ટકા સરકારી સ્કૂલોમાં પીવાના પાણીની, 22.5 ટકા સ્કૂલોમાં ટોઈલેટ અને 20 ટકા સ્કૂલોમાં મેદાન નથી. રિપોર્ટ મુજબ, રાજ્યમાં સ્કૂલોના 14 થી 16 વર્ષના વિદ્યાર્થીઓના 96 ટકા પરિવાર પાસે સ્માર્ટ ફોન છે અને જેમાંથી 82.3 ટકા વિદ્યાર્થીઓ ફોન વાપરે છે. જ્યારે 57 ટકાથી વધુ વિદ્યાર્થી પોતાની જાતે મોબાઈલનો પાસવર્ડ બદલી શકે છે. 14 થી 16 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓમાં 18.6 ટકા વિદ્યાર્થી પોતાનો સ્માર્ટફોન ધરાવે છે.

ગ્રામીણ વિસ્તારની 16.5 ટકા સરકારી સ્કૂલોમાં પાણી, 22.5 ટકા સ્કૂલોમાં ટોઈલેટ નથી

વર્ષ 2024 માટેનો એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ આજે જાહેર કરવામાં આવ્યો છે અને 2022ના બે વર્ષ બાદ આ રિપોર્ટ જાહેર થયો છે. જેમાં દરેક રાજ્યોની સરકારી-ગ્રામ્ય સ્કૂલોની સ્થિતિ-પ્રવેશ, વિદ્યાર્થીની વાંચન-લેખન ક્ષમતા સહિતના સરવેના તારણો રજૂ કરાયા છે. ગુજરાતમાં 648 સરકારી સ્કૂલોમાં સરવે કરાયો હતો અને 3 થી લઈને 16 વર્ષના કુલ 26,746 બાળકોનો સરવે થયો હતો. આ સિવાય 20 હજારથી વધુ બાળકોની વાંચન, લેખન અને ગણન ક્ષમતા તપાસવામા આવી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 3 હજારથી વધુ દર્દીઓને હિમોફિલિયાની બીમારી, એક ઈન્જેક્શનની કિંમત રૂ. 25 હજારથી વધુ

8.7 ટકા શાળામાં પીવાનું પાણી નથી

આ રિપોર્ટના તારણો મુજબ, ગુજરાતમાં સરકારી સ્કૂલોમાં 2022માં 90.9 ટકા એનરોલમેન્ટ રેશિયો હતો. જે 2024માં ઘટીને 86.5 ટકા થયો છે. જ્યારે 78.7 ટકા સ્કૂલોમાં વિદ્યાર્થી-શિક્ષક રેશિયો જળવાતો જોવા મળ્યો છે અને 84.2 ટકા સ્કૂલોમાં કલાસ-ટીચર રેશિયો જળવાય છે, તેમજ 79.9 ટકા સ્કૂલોમાં મેદાન છે અને 92.4 ટકા સ્કૂલોમાં બાઉન્ડ્રી વૉલ છે. આ 83.5 ટકા સ્કૂલોમાં પીવાના પાણીની સુવિધા છે. જ્યારે 8.7 ટકા સ્કૂલોમાં પીવાના પાણીની સુવિધા જ નથી. આ સિવાય 7.8 ટકા સ્કૂલોમાં નળ-ટાંકી સહિતની સુવિધા છે પરંતુ પીવાનું પાણી નથી.

98 ટકાથી વધુ સ્કૂલોમાં મીડ-જે મીલની સુવિધા

આ ઉપરાંત ગ્રામ્યની 77.4 ટકા સ્કૂલોમાં ટોઈલેટની સુવિધા છે અને ગર્લ્સ માટે 75.6 ટકા સ્કૂલોમાં ટોઈલેટ સુવિધા છે. સરવેના દિવસે 86.4 ટકા સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ હાજર દેખાયા અને 95.9 ટકા સ્કૂલોમાં શિક્ષકો હાજર જણાયા હતા. ડિજિટલ લીટરસીના સરવે મુજબ 74.6 ટકા સરકારી સ્કૂલોમાં કોમ્પ્યુટર છે અને સરવેના દિવસે 40 ટકા સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વાપરતા હતા જ્યારે 98 ટકાથી વધુ સ્કૂલોમાં મીડ-ડે મીલ સુવિધા જણાઈ હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 3 હજારથી વધુ દર્દીઓને હિમોફિલિયાની બીમારી, એક ઈન્જેક્શનની કિંમત રૂ. 25 હજારથી વધુ

એનરોલમેન્ટ રેશિયોની વાત કરીએ તો રાજ્યની ગ્રામ્યની સરકારી સ્કૂલોમાં 15 થી 16 વર્ષમાં 10 ટકા બાળકો સ્કૂલે જતા નથી. જેમાં 9.4 ટકા છોકરાઓ અને 10.5 ટકા છોકરીઓ છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 46 ટકા બાળકો સરકારી અને 52.3 ટકા બાળકો પ્રાઈવેટ સ્કૂલોમાં જાય છે. સરકારી સ્કૂલોના 24.7 ટકા ધો. 3ના વિદ્યાર્થી ધો.2ની ચોપડી વાંચી શકે છે તો 36.2 ટકા પ્રાઈવેટ સ્કૂલ વિદ્યાર્થીઓ ધો.2ની ચોપડી વાંચી શકે છે. ધો.1ના 24.9 ટકા વિદ્યાર્થી અક્ષર પણ વાંચી નથી શકતા અને 22.2 ટકા વિદ્યાર્થી શબ્દો પણ નથી વાંચી શકાતા. ધો.1ના 24.9 ટકા અને ધો.8ના 2.2 ટકા બાળકો 1 થી 9ની પણ ગણતરી કરી શકતા નથી.

ગુજરાતની સરકારી સ્કૂલોમાં રિપોર્ટ મુજબ સ્થિતિ

સ્થિતિવર્ષ 2022વર્ષ 2024
સ્કૂલોમાં ટોઈલેટ95.877.4
ગર્લ્સ માટે ટોઈલેટ94.275.6
સ્કૂલોમાં લાઈબ્રેરી-બુક્સ89.183.6
સ્કૂલોમાં કમ્પ્યુટર61.474.6
સ્કૂલોમાં મેદાન75.779.9
રમતગમતના સાધનો86.084.0
ધો.3ના વિદ્યાર્થી વાંચી શકે23.925.8
ધો.3ના વિદ્યાર્થી બાદબાકી કરી શકે23.1219.1
ધો.5ના વિદ્યાર્થી વાંચી શકે34.246.3
ધો.5ના વિદ્યાર્થી ભાગાકાર કરી શકે14.714.3
ધો.8ના વિદ્યાર્થી વાંચી શકે52.475.9
ધો.8ના વિદ્યાર્થી ભાગાકાર કરી શકે31.830.5