Gujarat

હાલારના બંને જિલ્લામાં વીજતંત્ર દ્વારા ગઈકાલે બીજા દિવસે પણ વિજ ચેકીંગમાં વધુ 39.70 લાખની વિજ ચોરી પકડાઈ

By GS Team
29 Jan 20251 min read
This article was originally published on 29 Jan 2025
TukuTouch Logo
43 વિજ ચેકીંગ ટુકડી દ્વારા જામનગરના જોડિયા અને ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી વધુ રૂ.39.70 લાખની વીજ ચોરી ઝડપાઈ

Summarized by AI; it may make mistakes. Check important info

હાલારના બંને જિલ્લામાં વીજતંત્ર દ્વારા ગઈકાલે બીજા દિવસે પણ વિજ ચેકીંગમાં વધુ 39.70 લાખની વિજ ચોરી પકડાઈ

Jamnagar PGVCL : જામનગર શહેર તેમજ કલ્યાણપુર પંથકમાં વિજ તંત્ર દ્વારા પુનઃવિજ ચેકિંગની કામગીરી શરૂ કર્યા બાદ ગઈકાલે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને જોડિયા ના ગ્રામ્ય વિસ્તાર તેમજ ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી વધુ 39.70 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા સોમવારે જામનગર શહેર અને જામનગર તાલુકાના મોટા થાવરીયા, નાના થાવરીયા, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાંથી 44.60 લાખની વીજ ચોરી પકડી પાડી હતી, જે કામગીરી ગઈકાલે મંગળવારે સતત બીજા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી.

જામનગર જિલ્લાના જોડીયાના ગ્રામ્ય વિસ્તારો તેમજ ખંભાળિયા તાલુકાના વડતરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને કુલ 43 જેટલી વિજચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેની મદદ માટે એસઆરપીના 10 જવાનો, 29 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફરને જોડવામાં આવ્યા હતા. ગઈકાલે કુલ 513 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 90 વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળતાં આવા આસામીઓને કુલ રૂ.39.70 લાખના વીજ ચોરીના પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.