Get The App

ગુજરાતમાં 3 હજારથી વધુ દર્દીઓને હિમોફિલિયાની બીમારી, એક ઈન્જેક્શનની કિંમત રૂ. 25 હજારથી વધુ

Updated: Jan 29th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં 3 હજારથી વધુ દર્દીઓને હિમોફિલિયાની બીમારી, એક ઈન્જેક્શનની કિંમત રૂ. 25 હજારથી વધુ 1 - image


Hemophilia Patients in Gujarat: ગુજરાતમાં હાલ 3 હજારથી વધુ હિમોફિલિયાના દર્દીઓ છે. હિમોફિલિયાએ લોહીનો વારસાગત રોગ છે, જેમાં લોહી યોગ્ય રીતે ગંઠાતું ન હોવાથી રક્તસ્ત્રાવ થાય છે. આ રોગનો કાયમી ઈલાજ નથી એટલે તેને નિયંત્રણમાં રાખવો અને દર્દીઓને સમયસર સારવાર આપવી જરૂરી હોય છે. 

હિમોફિલિયા જન્મજાત બીમારી છે અને માતા-પિતાના જનીનોમાંથી સંતાનને મળે 

હિમોફિલિયા બીમારીમાં ક્લોટિંગ ફેક્ટરની અછત હોય છે એટલે લોહી ઝડપથી જામતું હોતું નથી. લોહીમાં કુલ 13 પ્રકારના ક્લોટિંગ ફેક્ટર હોય છે જેમાંથી ફેક્ટર 8 અને 9 ફેક્ટર ખામીયુક્ત હોય તો હિમોફિલિયા થવાની શક્યતા રહે છે. હિમોફિલિયાના છ, મ્ અને ભ એમ ત્રણ પ્રકાર છે અને તેમાં ગંભીરતા પ્રમાણે સિવિઅર, મોડરેટ અને માઈલ્ડ એમ ત્રણ પ્રકારના દર્દીઓ જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં દર 10,000 વ્યક્તિમાંથી 1 વ્યક્તિને હિમોફિલિયા થાય છે. 

આ પણ વાંચો: અમદાવાદથી પ્રયાગરાજ કરતાં અમદાવાદથી લંડન જવાનું એરફેર ઓછું! જાણો કેટલું છે ભાડું


હિમોફિલિયાના દર્દીઓને લોહી વહેતું બંધ થાય એ માટે જરૂરી ફેક્ટરના ઇન્જેક્શન આપવામાં આવે છે. વર્ષ 2012થી   ગુજરાત સરકારે સિવિલ હોસ્પિટલોમાં હિમોફિલિયાના દર્દીઓને મફત ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું છે. હિમોફિલિક વ્યક્તિને આપવામાં આવતા એક ઇન્જેક્શનની કિંમત રૂ. 25 થી 30 હજાર હોય છે, જેનો ખર્ચ સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે. બે વર્ષમાં 11,800થી વધુ ફેક્ટર વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હિમોફિલિયા જન્મજાત થતી બિમારી છે અને તે માતા-પિતાના જનીનોમાંથી સંતાનને મળે છે. પુત્રોમાં હિમોફેલિયા થવાની સંભાવના 50 ટકા અને પુત્રીઓમાં વાહક બનવાની સંભાવના 50 ટકા છે.

ગુજરાતમાં 3 હજારથી વધુ દર્દીઓને હિમોફિલિયાની બીમારી, એક ઈન્જેક્શનની કિંમત રૂ. 25 હજારથી વધુ 2 - image

Tags :