ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની અપડેટ, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Class 10 Board Hall Ticket: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10ના લાખો વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વની અપડેટ સામે આવી છે. ધોરણ-12 (સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમ)ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરુ થવાની છે. ત્યારે વિદ્યાર્થીઓ આજ(17 ફેબ્રુઆરી)થી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષાર્થીઓની હોલ ટિકિટ બપોરે 15:00 કલાકથી બોર્ડની વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ કરાઈ છે. હોલ ટિકિટમાં વિષય, માધ્યમ કે નામમાં કોઈ ભૂલ હોય તો તુરંત બોર્ડની કચેરીએ જાણ કરવી અનિવાર્ય છે.

તાજેતરની અપડેટ મુજબ, ગુજરાત બોર્ડની મુખ્ય પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી 2026થી શરુ થઈને 18 માર્ચ 2026 સુધી ચાલશે. અગાઉ જાહેર કરાયેલા સમયપત્રકમાં કેટલાક વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં 4 માર્ચની પરીક્ષા હવે 18 માર્ચના રોજ લેવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષા સવારના 10:00થી 1:15 અને ધોરણ 12ની પરીક્ષા બપોરના 3:00થી 6:15ના સેશનમાં લેવામાં આવશે.
![]() |









