Gujarat

વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વિગતો

By GS TEAM
2 May 20262 mins read
TukuTouch Logo
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27નું સત્તાવાર કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. કેલેન્ડર મુજબ, આગામી વર્ષે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ દર વર્ષની સરખામણીએ થોડી વહેલી એટલે કે 25 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે. બોર્ડ દ્વારા શિક્ષણના દિવસો અને પરીક્ષાઓનું સુનિશ્ચિત માળખું જાહેર કરી દેવામાં આવતા હવે શાળાઓ અને વિદ્યાર્થીઓ તે મુજબ તૈયારીઓ કરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વિગતો

GSEB Academic Calendar 2026-27 Out: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27નું સત્તાવાર કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. કેલેન્ડર મુજબ, આગામી વર્ષે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ દર વર્ષની સરખામણીએ થોડી વહેલી એટલે કે 25 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે. બોર્ડ દ્વારા શિક્ષણના દિવસો અને પરીક્ષાઓનું સુનિશ્ચિત માળખું જાહેર કરી દેવામાં આવતા હવે શાળાઓ અને વિદ્યાર્થીઓ તે મુજબ તૈયારીઓ કરી શકશે.  


વર્ષ દરમિયાન 240 દિવસ કાર્યશિક્ષણ ચાલશે

નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ 8 જૂન 2026થી થશે. સમગ્ર વર્ષ દરમિયાન પ્રથમ સત્રમાં 120 દિવસ અને બીજા સત્રમાં 124 દિવસ મળી કુલ 244 દિવસો નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી 4 સ્થાનિક રજાઓ બાદ કરતાં કુલ 240 દિવસનું કાર્યશિક્ષણ રહેશે. 

પ્રથમ સત્ર 4 નવેમ્બર 2026ના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. જ્યારે દ્વિતીય સત્રની શરૂઆત 26 નવેમ્બર 2026થી થશે અને 3 મે 2027થી 35 દિવસનું ઉનાળુ વેકેશન શરૂ થશે.  

પરીક્ષાઓનું સમયપત્રક અને અભ્યાસક્રમ

બોર્ડની વિગતો મુજબ, ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 22 ઑક્ટોબરથી 2 નવેમ્બર 2026 દરમિયાન યોજાશે. જ્યારે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 5 એપ્રિલથી 20 એપ્રિલ 2027 દરમિયાન લેવામાં આવશે. 

મહત્ત્વની વાત એ છે કે, ધોરણ 10-12ની પ્રિલીમ અને બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9-11ની વાર્ષિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ સંપૂર્ણ અભ્યાસક્રમ તૈયાર કરવાનો રહેશે. જ્યારે ધોરણ 9 અને 11ની દ્વિતીય પરીક્ષામાં જૂનથી ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ પૂછાશે.  

આ પણ વાંચો: ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે

જાહેર રજાઓ અને અન્ય મહત્ત્વની વિગતો

વર્ષ 2026-27 દરમિયાન કુલ 20 જાહેર રજાઓ રહેશે. જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, દિવાળી, મકરસંક્રાંતિ અને હોળી-ધૂળેટી જેવા મુખ્ય તહેવારોનો સમાવેશ થાય છે. બોર્ડના સંયુક્ત નિયામક બી. એન. રાજગોર દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ કેલેન્ડરનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. જો કે, સરકાર દ્વારા રજાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો તે મુજબ કેલેન્ડરમાં બદલાવની શક્યતા રહેશે.