Gujarat

આજે વડોદરાની દીકરી રાધા યાદવના સન્માનમાં ભવ્ય રોડશો

By GS TEAM
7 Nov 20251 min read
આજે વડોદરાની દીકરી રાધા યાદવના સન્માનમાં ભવ્ય રોડશો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી અને વડોદરાનું ગૌરવ રાધા યાદવ આવતીકાલે તા. ૮ નવેમ્બરે વિમેન્સ વર્લ્ડકપ જીત્યા બાદ પ્રથમવાર વડોદરા આવી રહી છે. રાત્રે ૮ વાગ્યે એરપોર્ટ પર પહોંચતાં જ તેના સન્માનમાં ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે.

આ રોડ શો એરપોર્ટ સર્કલથી શરૂ થઈ મીરા ચાર રસ્તા, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ પાણીની ટાંકી, મુક્તાનંદ સર્કલ, આનંદનગર અને અમિતનગર થઈ ક્રિકેટ એકેડમી સુધી જશે. રાધા યાદવના સ્વાગત માટે મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ, બીસીએના ખેલાડીઓ, વિવિધ ક્લબની યુવતીઓ અને શહેરના મહાનુભાવો જોડાશે તેવું રાધા યાદવના કોચ મિલિંદ વરાવડેકરે જણાવ્યું હતું. હાર્દિક પંડયા અને ઈરફાન પઠાણ બાદ હવે રાધા યાદવના વિશ્વ ચેમ્પિયન ટીમમાં સ્થાનથી વડોદરાનું નામ ફરીચમક્યું છે.