Get The App

સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર 1 - image


 AI IMAGE


GPSSB Health Worker Bharti 2026: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા પંચાયત સેવા વર્ગ-3 હેઠળ આરોગ્ય અને વહીવટી વિભાગમાં 2,500થી વધુ હોદ્દા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.

કઈ જગ્યા માટે કેટલી ભરતી?

આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 4 મુખ્ય સંવર્ગોમાં નિમણૂક કરાશે. ફિમેલ હેલ્થ વર્કરની 1948 જગ્યા, મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ના હોદ્દા માટે 420 જગ્યા, જુનિયર ક્લાર્ક-કમ-એકાઉન્ટ ક્લાર્કની 164 જગ્યા, લેબોરેટરી ટેકનિશિયન 61 જગ્યા પર ભરતી કરાશે. આ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અનામત બેઠકોની વિશેષ જોગવાઈ કરાઈ છે.

આ પણ વાંચો: વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના પ્રહાર

કેમ મહત્ત્વની છે આ ભરતી?

વર્ષ 2025ના સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતના આરોગ્ય વિભાગમાં સ્ટાફની ભારે અછત જોવા મળી રહી છે. રાજ્યમાં તબીબોની 23% અને નર્સોની 6% જગ્યા ખાલી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પેરા-મેડિકલ સ્ટાફની અછતને કારણે આરોગ્ય સેવાઓ ખોરવાય નહીં તે હેતુથી આ બમ્પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે.

કેવી રીતે કરશો અરજી?

ઉમેદવારોએ મંડળની અધિકૃત વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. પરીક્ષા ફીની ચુકવણી SBI E-Pay મારફતે કરવાની સુવિધા અપાઈ છે. ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે પૂર્ણ કરાશે. આ ભરતીથી રાજ્યના તમામ જિલ્લાઓમાં, ખાસ કરીને જ્યાં 25%થી વધુ સ્ટાફની અછત છે, ત્યાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનશે તેવી આશા છે.