Gujarat

સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર

By GS TEAM
29 Apr 20262 mins read
TukuTouch Logo
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા પંચાયત સેવા વર્ગ-3 હેઠળ આરોગ્ય અને વહીવટી વિભાગમાં 2,500થી વધુ હોદ્દા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર

 AI IMAGE


GPSSB Health Worker Bharti 2026: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા પંચાયત સેવા વર્ગ-3 હેઠળ આરોગ્ય અને વહીવટી વિભાગમાં 2,500થી વધુ હોદ્દા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.

કઈ જગ્યા માટે કેટલી ભરતી?

આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 4 મુખ્ય સંવર્ગોમાં નિમણૂક કરાશે. ફિમેલ હેલ્થ વર્કરની 1948 જગ્યા, મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ)ના હોદ્દા માટે 420 જગ્યા, જુનિયર ક્લાર્ક-કમ-એકાઉન્ટ ક્લાર્કની 164 જગ્યા, લેબોરેટરી ટેકનિશિયન 61 જગ્યા પર ભરતી કરાશે. આ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અનામત બેઠકોની વિશેષ જોગવાઈ કરાઈ છે.

આ પણ વાંચો: વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના પ્રહાર

કેમ મહત્ત્વની છે આ ભરતી?

વર્ષ 2025ના સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતના આરોગ્ય વિભાગમાં સ્ટાફની ભારે અછત જોવા મળી રહી છે. રાજ્યમાં તબીબોની 23% અને નર્સોની 6% જગ્યા ખાલી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પેરા-મેડિકલ સ્ટાફની અછતને કારણે આરોગ્ય સેવાઓ ખોરવાય નહીં તે હેતુથી આ બમ્પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે.

કેવી રીતે કરશો અરજી?

ઉમેદવારોએ મંડળની અધિકૃત વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. પરીક્ષા ફીની ચૂકવણી SBI E-Pay મારફતે કરવાની સુવિધા અપાઈ છે. ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે પૂર્ણ કરાશે. આ ભરતીથી રાજ્યના તમામ જિલ્લાઓમાં, ખાસ કરીને જ્યાં 25%થી વધુ સ્ટાફની અછત છે, ત્યાં આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બનશે તેવી આશા છે.