Gujarat
જામજોધપુરના મેથાણ ગામે લગ્ન પ્રસંગમાં આવેલી મહિલાના સોનાના બુટીયા ચોરાયા : પોલીસ ફરિયાદ
By GS TEAM
13 Feb 20261 min read
લગ્નમાંથી મહિલાના પર્સમાંથી તસ્કરોએ 17,100 ની કિંમતની સોનાની બુટ્ટીની ચોરી ગયાની પોલીસ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
લગ્નમાંથી મહિલાના પર્સમાંથી તસ્કરોએ 17,100 ની કિંમતની સોનાની બુટ્ટીની ચોરી ગયાની પોલીસ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Theft Case : મૂળ જામજોધપુર તાલુકાના મેથાણા ગામની વતની અને હાલ મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં રહેતી જિજ્ઞાસાબેન નરશીભાઈ વાળા નામની 32 વર્ષની પરણિત મહિલા, કે જે ગઈકાલે મેથાણા ગામમાં પોતાની બહેનના લગ્ન હોવાથી તેમાં હાજરી પુરાવવા માટે આવી હતી, અને પોતાના પિતાને ઘેર રોકાઈ હતી. જ્યાં તેણીએ પોતાનું પર્સ રાખ્યું હતું, અને પોતે પરિવાર સાથે જમણવારમાં હાજરી આપવા માટે થઈ હતી,
જે દરમિયાન થોડા સમય ગાળા દરમિયાન કોઈ તસ્કરોએ તેમના પર્સમાં રાખેલી રૂપિયા 17,100 ની કિંમતની સોનાની બુટ્ટીની ચોરી કરી લીધી હતી. જે બનાવની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.