Gujarat

મહિષાસુરનો વધ કરીને અંબા માતાજી મહિષાસુર મર્દિની કહેવાયા, જાણો શું છે ઈતિહાસ

By GS Team
29 Aug 20252 mins read
This article was originally published on 29 Aug 2025
TukuTouch Logo
શક્તિ, વ્યક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી પહેલીથી સાતમી સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાઈ રહ્યો છે. લાખો કરોડો માઈભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર અંભાજી અનેક રીતે મહત્ત્વ ધરાવે છે. દેવી ભાગવત અનુસાર, અગ્નિદેવીની કૃપાથી મહિષાસુર નામનો રાક્ષસ નરજાતિથી મરી શકે તમે ન હોવાથી દાનવોએ શિવજીને પ્રાર્થના કરી હતી, તે સમયે એક તેજ પ્રગટ થયું અને મા આદ્યશક્તિ પ્રગટ થયાં.

Summarized by AI; it may make mistakes. Check important info

મહિષાસુરનો વધ કરીને અંબા માતાજી મહિષાસુર મર્દિની કહેવાયા, જાણો શું છે ઈતિહાસ

Ambaji Temple: શક્તિ, વ્યક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી પહેલીથી સાતમી સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાઈ રહ્યો છે. લાખો કરોડો માઈભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર અંભાજી અનેક રીતે મહત્ત્વ ધરાવે છે. દેવી ભાગવત અનુસાર, અગ્નિદેવીની કૃપાથી મહિષાસુર નામનો રાક્ષસ નરજાતિથી મરી શકે તમે ન હોવાથી દાનવોએ શિવજીને પ્રાર્થના કરી હતી, તે સમયે એક તેજ પ્રગટ થયું અને મા આદ્યશક્તિ પ્રગટ થયાં.

અંબાજી મંદિર પ્રાગૈતિહાસિક કાળનું હોવાનું મનાય છે

આ શક્તિપીઠનું મહાત્મ્ય દેવી ભાગવત અનુસાર, અગ્નિદેવીની કૃપાથી મહિષાસુર નામનો રાક્ષસ નરજાતિથી મરી ન શકે તેવું વરદાન ધરાવતો હોવાથી અતિ બળવાન બની અત્યાચાર અને ત્રાસ વર્તાવતો હતો. આ બળવાન દાનવનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી હતી. તે સમયે એક તેજ પ્રગટ થયું અને મા આદ્યશક્તિ પ્રગટ થયાં. આ દાનવોની સંહાર માતાજીએ કરતાં તેઓ મહિષાસુર મર્દિની કહેવાયા છે. 

આ પણ વાંચો: અંબાજીમાં સૌ પ્રથમવાર ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાશે, 400 ડ્રોનના વિવિધ દ્રશ્યો શ્રદ્ધાળુઓને કરી દેશે મંત્રમુગ્ધ

શિવજીને પ્રાર્થના કરી તે સમયે એક તેજ પ્રગટ થયું અને મા આદ્યશક્તિ પ્રગટ થયાં અને માતાજી ત્યાં જ સ્થિર થઈ ગયા, આ સ્થળ એટલે જ શક્તિપીઠ અંબાજી મંદિર પ્રાગૈતિહાસિક કાળનું હોવાનું મનાય છે. પરંતું પરિસ્થિતી જોતાં અત્યારનું સ્થાનક 1200 વર્ષ જેટલું પુરાણું છે. અંબાજીનાં વર્ણન સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં પણ જોવા મળે છે.

રવપાલજી પરમારને માતાજીએ રાજ્ય પાછુ અપાવ્યું

ઉજ્જૈનના પ્રખ્યાત પરમાર રાજા વિક્રમના પછી 40મી પેઢીએ સ્વપાલજી પરમાર થયા. તે દ્વારકાની યાત્રાએ ગયા હતા, ત્યાંથી પાછા વળતાં કચ્છ અને સિંધની સરહદ ઉપર નગરઠઠ્ઠા છે તેની પાસે અંબિકા દેવીના સ્થાનક આગળ આવ્યા પછી તેમણે એવો નિયમ લીધો કે માતાજીની પૂજા કર્યા સિવાય અન્ન, પાણી લેવું નહીં. દેવી અંબિકા તેમના પર પ્રસન્ન થયાં અને રવપાલજીને ઈ.સ. 809માં સિંધનું રાજ્ય પાછુ મળ્યું.