Gujarat

ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ કરાઈ, વાતાવરણ સામાન્ય થયા બાદ ફરી શરૂ કરાશે

By GS TEAM
28 Jan 20261 min read
TukuTouch Logo
જૂનાગઢ સ્થિત સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આજે બુધવાર(28 જાન્યુઆરી) પવનની ગતિ અસામાન્ય રીતે વધી જતાં રોપ-વે સેવા અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વે સંચાલક કંપનીએ યાત્રાળુઓની સલામતીને સર્વોપરી રાખીને આ સાવચેતીનું પગલું ભર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ કરાઈ, વાતાવરણ સામાન્ય થયા બાદ ફરી શરૂ કરાશે

Girnar Ropeway Service: જૂનાગઢ સ્થિત સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આજે બુધવાર(28 જાન્યુઆરી) પવનની ગતિ અસામાન્ય રીતે વધી જતાં રોપ-વે સેવા અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વે સંચાલક કંપનીએ યાત્રાળુઓની સલામતીને સર્વોપરી રાખીને આ સાવચેતીનું પગલું ભર્યું છે.

ભારે પવન ફૂંકાતા ગિરનાર રોપ-વે સેવા બંધ કરાઈ

વાતાવરણમાં પલટો અને ડુંગર પર ફૂંકાતા ભારે પવનની સ્થિતિમાં રોપ-વેનું સંચાલન જોખમી બની શકે તેમ છે. એવામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેથી તેને ટાળવા માટે વહીવટી તંત્રના સમર્થનથી રોપ-વે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રોપ-વેના સંચાલકોએ સ્પષ્ટ કર્યું છે કે, પવનની ગતિમાં ઘટાડો થયા બાદ અને વાતાવરણ સામાન્ય બન્યા પછી જ સેવા ફરી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગોધરા મારામારી કેસ: પાલિકા ઉપપ્રમુખ સહિત 9 આરોપીઓને હવે જેલ જવું પડશે, ઉપલી કોર્ટે સજા યથાવત્ રાખી

રોપ-વે સેવા બંધ થવાને કારણે મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓને અસુવિધાનો સામનો કરવો પડશે. કેટલાક યાત્રિકો રોપ-વે ટિકિટ બારીએ પહોંચ્યા બાદ સેવા બંધ હોવાની જાણકારી મળતાં પરત ફર્યા હતા. આમ, ભારે પવનની સ્થિતિને લઈને યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રોપ-વે સેવા હાલ પૂરતી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.