Gujarat

ઈન્સ્ટાગ્રામમાં પ્રેમી સાથે વાત કરતી યુવતીની માતા-ભાઈએ જ કરી હત્યા! મૃતદેહ ચેકડેમમાં ફેંક્યો: ભાવનગરમાં ઓનર કિલિંગ

By GS TEAM
24 Oct 20252 mins read
TukuTouch Logo
ભાવનગરના ઘોઘા તાલુકામાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. એક માતાએ પુત્ર સાથે મળીને પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારી મૃતદેહને ચેકડેમમાં ફેકી દીધો હતો. યુવતી ઈન્સ્ટાગ્રામમાં પ્રેમી સાથે વાત કરતી હોવાથી માતા-ભાઈએ હત્યા નીપજાવી હતી. સમગ્ર ઘટના મામલે મૃતકના પિતાને જાણ થતાં આરોપી પત્ની અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપી માતા-પુત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈન્સ્ટાગ્રામમાં પ્રેમી સાથે વાત કરતી યુવતીની માતા-ભાઈએ જ કરી હત્યા! મૃતદેહ ચેકડેમમાં ફેંક્યો: ભાવનગરમાં ઓનર કિલિંગ

Bhavnagar News : ભાવનગરના ઘોઘા તાલુકામાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. એક માતાએ પુત્ર સાથે મળીને પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારી મૃતદેહને ચેકડેમમાં ફેકી દીધો હતો. યુવતી ઈન્સ્ટાગ્રામમાં પ્રેમી સાથે વાત કરતી હોવાથી માતા-ભાઈએ હત્યા નીપજાવી હતી. સમગ્ર ઘટના મામલે મૃતકના પિતાને જાણ થતાં આરોપી પત્ની અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપી માતા-પુત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

ભાવનગરના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં દીકરીને હત્યા મામલે પિતા હિંમત સરવૈયા (ઉં.વ.55)એ પોતાના પુત્ર પ્રકાશ અને પત્ની દયાબેન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, મૃતક યુવતી ઈન્સ્ટાગ્રામમાં શિહોરના એક યુવક સાથે વાત કરતી હોવાની દયાબેન અને પ્રકાશને જાણ થઈ હતી. આ પછી તેમણે યુવતીને પ્રેમી સાથે સંબંધ ન રાખવા જણાવ્યું હતું. જોકે, યુવતી પ્રેમી સાથે લગ્નની જીદ કરતી હતી. 

જ્યારે 18 ઓક્ટોબર, 2025ના રોજ દયાબેને યુવતીને પ્રેમી સાથે ઈન્સ્ટાગ્રામમાં વાત કરતી ઝડપી પાડી હતી. આ પછી પ્રકાશને બોલાવીને માતા અને ભાઈએ યુવતીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને લાશને ચેકડેમમાં ફેંકી દીધી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં સંતાને માનસિક બીમાર પિતાને ઝાડ સાથે બાંધીને માર મારતા મોત, કારણ જાણી ચોંકી જશો

સમગ્ર ઘટનાના બીજા દિવસે ચેકડેમ પાસેથી દીકરીની લાશ મળી આવતા પિતા હિંમતભાઈએ પોલીસને જાણ કરી હતી. દીકરીને અંતિમ વિધિ પૂર્ણ થયાં બાદ પોલીસ પૂછપરછમાં માતા-પુત્રએ સમગ્ર હકિકત જણાવી હતી. પોલીસે બંને માતા-પુત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.