Gujarat

રાજકોટમાં સંતાને માનસિક બીમાર પિતાને ઝાડ સાથે બાંધીને માર મારતા મોત, કારણ જાણી ચોંકી જશો

By GS TEAM
24 Oct 20252 mins read
TukuTouch Logo
રાજકોટના સણોસરા ગામ ખાતે 50 વર્ષીય માનસિક બીમાર પિતાની સગી દીકરી અને સગીર દીકરાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતકના કૌટુંબિક કાકાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપી ભાઈ-બહેનની ધરપકડ કરી હતી. જેમાં આરોપી દીકરીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં સંતાને માનસિક બીમાર પિતાને ઝાડ સાથે બાંધીને માર મારતા મોત, કારણ જાણી ચોંકી જશો

Rajkot News : રાજકોટના સણોસરા ગામ ખાતે 50 વર્ષીય માનસિક બીમાર પિતાની સગી દીકરી અને સગીર દીકરાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતકના કૌટુંબિક કાકાએ કુવાડવા રોડ પોલીસ  સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપી ભાઈ-બહેનની ધરપકડ કરી હતી. જેમાં આરોપી દીકરીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવી છે. 

રાજકોટમાં સંતાને માનસિક બીમાર પિતાને ઝાડ સાથે બાંધીને મારતા મોત

મળતી માહિતી મુજબ, રાજકોટના સણોસરા ગામે ગત 22 ઓક્ટોબરના રોજ સગા ભાઈ-બહેને પોતાના પિતા સુમા મેડા (ઉં.વ.50)ને જ ઝાડથી બાંધીને લાકડી વડે માર માર્યો હતો. આ ચોંકાવનારી ઘટનામાં સુમા મેડા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 

બંને ભાઈ-બહેનની ધરપકડ

સમગ્ર મામલે મૃતકના કાકા બકુલ મેડાએ આરોપી કાજલ મેડા અને તેના સગીર ભાઈ વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક બંને ભાઈ-બહેનની ધરપકડ કરીને આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં કાજલને જેલમાં મોકલવામાં આવી છે, જ્યારે તેના સગીર ભાઈને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરીને બાળક સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: પાઇપમાં ફટાકડા ફોડવાની બેદરકારીએ સગીરાનો જીવ લીધો, કપાળે વાગ્યો લોખંડનો ટુકડો

ફરિયાદ મુજબ, મૃતક છેલ્લા ઘણા વર્ષોથી માનસિક બીમાર હોવાથી પરિવારજનોને કહ્યા વગર ઘરની બહાર જતાં રહેતા હતા અને પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતા હતા. જેથી કંટાળીને આરોપી ભાઈ-બહેને પોતાના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.