વડોદરા,વિદેશી દારૃની ડિલીવરી કરવા જતી યુવતીને માંજલપુર પોલીસે ઝડપી પાડી દારૃની ૧૧ બોટલ કબજે કરી છે.
માંજલપુર પોલીસ ની માહિતી મળી હતી કે, એક યુવતી મોપેડ પર દારૃની બોટલો લઈને ડિલિવરી કરવા માટે માંજલપુર ગામ મોહન કૃપા સોસાયટી પાસે ઉભી છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા મોપેડ લઈને ઊભેલી યુવતી દિયા મનીષભાઈ અગ્રવાલ ઉં.વ.૨૧ (રહે.મોહન કૃપા સોસાયટી) મળી આવી હતી. મોપેડની આગળ મુકેલી થેલીમાંથી પોલીસે દારૃની ૧૧ બોટલ કિંમત રૃપિયા ૨૪ હજારની કબજે કરી છે. પોલીસે પૂછતા તેણે જણાવ્યું હતું કે, મકરપુરા ડેપોની પાસે સોના પાર્ક સોસાયટીમાં રહેતા સોયુઝ બરેન્દ્રનાથ સુર ને દારૃ આપવાનો હતો.
જ્યારે અન્ય એક કેસમાં બાપોદ પોલીસ જુના હાઉસિંગ બોર્ડના મકાન પાસે દારૃ વેચતા આરોપી ઓમ શિવકુમાર શર્મા (રહે. હાઉસિંગ બોર્ડ કિશનવાડી )ને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી દારૃની ૧૩ બોટલ કિંમત રૃપિયા ૨,૬૦૦ ની કબજે કરી છે.


